________________
૧૧૮ શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૭ હાડકાં-મજ્જા-વીર્ય થાય છે. કફથી પ્રારંભી વીર્ય સુધીનું આ બધું અશુચિ જ છે. તેથી ઉત્તરકારણ અશુચિ હોવાથી શરીર અશુચિ જ છે. ચિત્ એવા ઉલ્લેખથી અશુચિપણામાં બીજા હેતુને કહે છેકશુવિમાનનવા તિ, કાનનો મેલ વગેરે અશુચિ છે. શરીર તેમના ઉકરડારૂપ છે. તેથી શરીર અશુચિ છે.
“ચિ અણુવ્યુંવત્વા રૂતિ આ અન્ય હેતુ છે. આ જ કાનમેલ વગેરે અશુચિનું ઉત્પત્તિસ્થાન=ખાણ છે. કારણ કે કાનમેલવગેરે શરીરમાંથી ઉત્પન્ન થાય છે. હમણાં જ કહેલા હેતુઓથી “ઉત્પન્ન થયેલા કાનમેલ વગેરેનો શરીર આશ્રય છે.” એમ પ્રતિપાદન કર્યું. ફરી આ હેતુથી શરીરમાં જ કાનમેલ વગેરે ઉત્પન્ન થાય છે એમ પ્રતિપાદન કરવામાં આવે છે. અથવા આ વિશેષ છે- અશુચિ એવા ગર્ભમાં ઉત્પન્ન થાય છે તેથી શરીર અશુચિ છે. ગર્ભ એટલે ઉદરનો મધ્યભાગ. શબ્દ વા અર્થમાં છે.
જેનું પરિણામ અશુભ છે તેવા પાકને(=ફળને) અનુસરનારું હોવાથી શરીર અશુચિ છે. તે જ અશુભ પરિણામવાળા પાકને કાર્તવ ઈત્યાદિથી પ્રકાશિત કરે છે- માર્તવ એટલે ઋતુમાં( સ્ત્રી ગર્ભાધાનને યોગ્ય બને તે કાળમાં) થતું લોહી. તે આર્તવ થયે છતે “વિન્દોરાથાનાત્ પ્રકૃતિ” રૂતિ બિંદુ એટલે વીર્યનો અવયવ (છાંટો–બિંદુ). તેનો (વીર્યના બિંદુનો) (યોનિમાં) પ્રક્ષેપ કરવાથી પ્રારંભી દારિક શરીર કલલ આદિ સ્વરૂપે પરિણમે છે. ઘનઘૂહ એટલે અવયવ વિભાગ. અશુભ પરિણામવાળો કલલાદિ અવયવ આ સઘળોય જે પાક તે પાકથી શરીર અનુસરાયેલું છે. દુર્ગધિ=અશુભગંધવાળું. એથી જ અશુદ્ધિ સ્વરૂપ છે અને અંતે પણ કૃમિ આદિનો પંજ કે ગીધ, શ્વાન અને કાગડાદિનું ભોજન બને છે. અથવા અંતે ભસ્મરૂપ થનારું કે હાડકાના ટુકડારૂપ બને છે. તેથી દુરંત છે. આ પ્રમાણે આ શરીર અશુભઅંતવાળું છે, તેથી અશુચિ છે. ૧. અહીં અબૂદ શબ્દનો અર્થ છૂટી ગયો હોય કે અબુદ શબ્દ અનુપયોગથી ટીકામાં આવી ગયો
હોય તેમ જણાય છે.