________________
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૧૭
ઉત્તર– તેમાં “આદિ-ઉત્તરકારણ અશુચિ વગેરે પાંચ હેતુઓ છે. તેમાં એટલે પાંચ હેતુઓમાં. તે પાંચ હેતુઓમાં “આદિ-ઉત્તરકારણ અશુચિ હોવાથી” એ હેતુનું આ વ્યાખ્યાન છે. તાવત્ શબ્દ ક્રમને જણાવવા માટે છે. પ્રથમ કારણ શુક્ર-લોહી છે.જે કરે તે કારણ. કારણ શબ્દનો બનાવે છે, ઉત્પન્ન કરે છે એવો અર્થ છે. યોનિમાં ઉત્પન્ન થતો તૈજસ-કાશ્મણ શરીરવાળો જીવ પહેલા જ શુક્ર-લોહીનો આહાર કરે છે. (એનાથી) શરીર કરે છે=ઔદારિક શરીરરૂપે પરિણાવે છે. ત્યાર બાદ કલલ-અબ્દ-પેશી-ઘન-હાથ-પગાદિ-અંગોપાંગ-લોહી-માંસમતુલુંગ-અસ્થિ મજ્જા-કેશ-શ્મશ્ન-નખ-શિરા-ધમનિ-રોમકૂપ આદિ રૂપે પરિણમાવે છે. ઉત્તરકારણ પરસ્પર સંલગ્ન રસહરણી નાડી વડે માતાએ ખાધેલા આહારરસનો આહાર કરે છે.
(તદેવ ૩યંત્રતકુમયમ) તે બે અત્યંત અશુચિ છે. લોકમાં જાણીતા વિર્ય-લોહીના અશુચિપણને જણાવે છે–
અત્યનાગુવીતિ વીર્ય-લોહીનું શુચિપણું ક્યારેય નથી. તે આ પ્રમાણે-વત્તાહીરો દિઇત્યાદિથી ઉત્તરકારણના અશુચિપણાને કહે છે- માતા વડે ભક્ષિત માત્રથી જ કફસ્થાનને પામેલો કવલાહાર કફ વડે પ્રવાહી બનાવાય છે. પ્રવાહીપણાને પમાડાયેલો તે અત્યંત અશુચિ છે. ત્યારબાદ પિત્તસ્થાનને પામેલો તે ખટાશને પામે છે. ખાટો થયેલો તે અશુચિ જ છે. ત્યારબાદ પવનાશયને પામેલા તેના વાયુવડે વિભાગ કરાય છે. ખલ(કચરો) જુદો અને રસ જુદો એમ બે પરિણામને પમાડાય છે. પછી ખલમાંથી મૂત્ર, વિષ્ઠા, આંખનો મેલ(ચીપડા), પસીનો, લાળ વગેરે મળો પ્રગટ થાય છે. રસમાંથી લોહી-માંસ-મેદ૧. કલલ= સ્ત્રીના ઉદરમાં ગયેલા વીર્યનો એક રાતમાં થતો વિકાર. અબ્દ=માંસપિંડ.
પેસિ–ગર્ભ ઉપર વીંટળાયેલી ઓર. ઘન=મગજ. મન્સુલુંગ=મસ્તકનો સ્નેહ. શ્મશ્ન=મૂછદાઢી. શિરા શરીરની નાડી. ધમનિ=શરીરની અંદરની મુખ્ય રક્તવાહિની. રોમકૂપ= રૂવાટાંનું છિદ્ર. - -