________________
૧૧૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૭ અન્ય છે. ગદ્યન્તવછરીરમાદિત્તોડમ, આદિ એટલે આરંભકાળ. અંત એટલે વિનાશકાળ. તે બે જેને હોય તે માયાવત્ છે. ઔદારિક-વૈક્રિયઆહારક શરીરોનો આરંભકાળ સારી રીતે સમજી શકાય છે. તૈજસ-કાર્પણ એ બે શરીરનો સંબંધ અનાદિ હોવા છતાં સંતતિથી(પ્રવાહથી) અનાદિપણું સ્વીકારાયેલું છે. પર્યાયના સ્વીકારથી તો તૈજસ-કાશ્મણના પુદ્ગલો નાશ પામે છે અને જોડાય છે. જ્યારે આત્માના) સંસર્ગને પામે છે ત્યારે આદિ છે. જ્યારે નાશ પામે છે ત્યારે અંત છે. એ પ્રમાણે આત્માનો ક્યારેય આદિ અને અંત થતો જ નથી. કારણ કે આરભ્ય અને આરંભકભાવનો અભાવ છે[=આત્મા આરંભ કરવા યોગ્ય(=ઉત્પન્ન કરવા યોગ્ય) નથી અને આત્માનો આરંભ કરનાર(=ઉત્પાદક) કોઈ નથી.] આત્મા સતત જ્ઞાન-દર્શનરૂપે રહેવાના કારણે સદૈવ જ્ઞાન-દર્શનરૂપ હોવાથી હું અનાદિ અનંત છું. આથી શરીરથી અન્ય છું.
“વન વ ને શરીરસતસ્ત્રાળ” રૂત્યાદ્રિ પૂર્વને જન્મશરીરો હમણાંના જન્મશરીરો થાય છે. સંસારમાં પરિભ્રમણ કરતા એવા મારા અનાદિ સંસારમાં ઘણાં શરીરો ગયા. તે શરીરોનો હમણાનાં શરીરમાં જરા પણ અન્વય=અનુસરણ નથી. હું તો તે જ છું કે જેણે ગયેલા લાખો શરીરોનો ઉપભોગ કર્યો છે. આથી હું તે શરીરોથી અન્ય છું એમ ચિંતન કરે. શરીરનું અન્યત્વ (સિદ્ધ) થયે છતે જેના શરીરનું મમત્વ છેદાઈ ગયું છે એવો તે મોક્ષ માટે જ પ્રવર્તે છે. આ પ્રમાણે અન્યત્વ ભાવના છે.
અશુચિત ભાવનાના નિર્ણય માટે કહે છે–
શુચિ એટલે મલરહિત. શુચિ નહિ તે અશુચિ. શરીર એટલે હાથપગ આદિ અંગોની રચનાવિશેષ, અર્થાત્ વિશિષ્ટ અંગોની રચના તે શરીર. તે અશુચિ છે એમ ચિંતન કરે.
પ્રશ્ન- સ્ત્રીઓ અને પુરુષો નિર્મળ શરીરવાળા અને સ્નિગ્ધ ચામડીવાળા દેખાય છે તેથી અમે પ્રતિજ્ઞા માત્રથી એનું અશુચિપણું કેવી રીતે સ્વીકારીએ? આથી તેના ઉત્તરમાં કહે છે–