________________
૧૧૨
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ -
સૂત્ર-૭
હોવાથી શરીરથી અને શરીરના મૂત્ર-વિષ્ઠાથી આકુળતાવાળો કેટલાક મહિના દુઃખથી પસાર કરે છે. યોનિમાંથી બહાર નીકળેલો જીવ (સમય જતાં) વૃદ્ધાવસ્થાથી ઘેરાય જ છે. કેમકે શરીર પ્રતિક્ષણ અન્યાવસ્થાને પામતું રહે છે. જન્મવાળાને આવીચિ મરણ પણ અવશ્ય થાય જ છે. તાવ, અતિસાર, ખાંસી, શ્વાસ અને કોઢ વગેરે રોગો થાય છે. પ્રિય એટલે ઈષ્ટજન. તેની સાથે વિયોગ, અર્થાત્ તેનો વિયોગ તે ઇષ્ટવિપ્રયોગ. પ્રિયથી વિપરીત અપ્રિય. તેની સાથે યોગ તે અપ્રિયસંપ્રયોગ. ઇસિત એટલે મેળવવાને ઇચ્છેલું. તેનો લાભ ન થવો તે ઇસિતઅલાભ. દૌર્મનસ્ય માનસિક દુઃખ છે. (દર્મનસ્ય એટલે ઉદાસીનતા, બેચેની, અશુભ વિચારો, ચિંતા વગેરે) આયુષ્ય અલ્પ હોવાથી કે ઉપક્રમના સાંનિધ્યથી અથવા સઘળા આયુષ્યના ક્ષયથી જીવોનું સંસારમાં મરણ અવશ્ય થાય છે. આદિ શબ્દના ગ્રહણથી વધ-બંધ-પરિફ્લેશ-શીતઉષ્ણ-દશમશક-કલહ-પરાભવ (વગેરે)નું ગ્રહણ કરવું..
આ પ્રમાણે જન્મના કારણે પ્રારંભથી જ દુઃખથી યુક્ત એવા જન્મવાળા પ્રાણીને શરણ નથી એમ વિચારે છે. સદા હું અશરણ છું એમ સદા જ ભય પામેલા સાધુને મનુષ્ય-દેવના સુખો, હાથી, અશ્વ વગેરે અને સુવર્ણ વગેરે સાંસારિક ભાવોમાં પ્રીતિ થતી નથી. મહર્ષિપ્રણીત શાસ્ત્રમાં કહેલા જ જ્ઞાન ચારિત્રાદિ રૂપ વિધિમાં પ્રવર્તે છે. કારણ કે જન્મજરા-મરણ-ભયથી ઘેરાયેલાને તે જ(કજિનશાસન જ) પ્રકૃષ્ણ શરણ છે. આ પ્રમાણે અશરણ અનુપ્રેક્ષા છે. સંસાર અનુપ્રેક્ષાનું નિરૂપણ કરવા માટે પ્રારંભ કરાય છે–
નાવી સંસાર રૂત્યાદ્રિ જેની આદિ વિદ્યમાન નથી તે અનાદિ. સંસાર હતો નહિ, કોઈએ ઉત્પન્ન કર્યો એવું નથી. સંસરવું=આમથી તેમ જવું તે સંસાર. સંસાર નરકાદિ ભેદોથી ચાર પ્રકારનો છે. ભવ શબ્દ જન્મવાચી છે, અર્થાત્ ભવ એટલે જન્મ. નરકાદિ જન્મોને ગ્રહણ १. जन्मजरामरणभरभिद्रुते व्याधिवेदनाग्रस्ते । जिनवरवचनादन्यत्र, नास्ति शरणं क्वचिल्लोके ॥
(પ્રશમરતિ પ્રકરણ શ્લોક-૧૫૨)