________________
સૂત્ર-૭ શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૧૩ કરવામાં ચક્રની જેમ ત્યાં જ પરિભ્રમણ કરતા જન્મવાળા જીવના પૃથ્વીકાય-અકાય તેઉકાય-વાયુકાય-વનસ્પતિકાય, બેઇંદ્રિય-તે ઇંદ્રિયચઉરિદ્રિય-પંચેન્દ્રિય એ બધા જીવોએ જ્યારે યોનિના સંબંધથી સ્વજન થયા છતા કે સ્વામી આદિના સંબંધથી સંબંધને અનુભવ્યો છે, અનુભવે છે અને અનુભવશે ત્યારે સ્વજનો કે સ્વામી આદિ થાય છે. જ્યારે સંબંધવાળા નથી ત્યારે પરજનો છે.
આને જ ભાષ્યકાર બતાવે છે– “હિસ્વાનપજ્ઞનોર્થ્યવસ્થા વિદ્યતે” રૂતિ સદા જ કોઈ સ્વજન કે પરજન નથી. સ્વજન થઈને કર્મના બળથી પરજનથાય છે અને પરજનથઇને સ્વજન થાય છે. આ પ્રમાણે સંસારમાં અવ્યવસ્થા જ છે=વ્યવસ્થા નથી.
માતા દિ મૂત્વા ઈત્યાદિથી તે જ અવ્યવસ્થાને વિસ્તારે છે વિસ્તારથી વર્ણવે છે.
તુરશીતિયોનિપ્રમુવરાતહિપુ” રૂત્યાદ્રિ યોનિ એટલે જ્યાં સ્ત્રીપુરુષના સંયોગથી કે સંયોગ વિના જીવોત્પત્તિ થાય તે સ્થાન અથવા ગર્ભસ્થાન. સર્વજ્ઞવચનથી જાણી શકાય તેવી અને દૃશ્ય કે અદશ્ય એવી કોઇક વિલક્ષણતાથી જીવોનો પરસ્પર યોનિમાં વિભાગ થાય છે. તેમાં પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુઓમાં પ્રત્યેકની સાત લાખ, પ્રત્યેક વનસ્પતિકાયની દશ લાખ, નિગોદની ચૌદ લાખ, બેઇંદ્રિય, તે ઇંદ્રિય અને ચઉરિંદ્રિયોમાં પ્રત્યેકની બે લાખ, તિર્યંચ, નારક, દેવોમાં પ્રત્યેકની ચાર ચાર લાખ, મનુષ્યોમાં ચૌદ લાખ એ પ્રમાણે ચોરાશી લાખ યોનિ છે. “વત્રશોતિયોનિપ્રમુનિ શતસહસ્ત્રા' પ્રમુખ શબ્દ પ્રધાન અર્થને કહેનારો છે, અર્થાત્ પ્રમુખ એટલે પ્રધાન. વતુરતિયોનિપ્રધાન શતાનિ તેવુ અર્થાત્ ચોરાશી લાખ યોનિ સિવાય બીજાઓમાં નહિ. માયા-લોભ રાગ છે, ક્રોધ-માન દ્વેષ છે. મિથ્યાત્વ-હાસ્ય વગેરે મોહ છે. વિષયતૃષ્ણાઓથી વિરામ નહિ પામેલા એટલે જેમની વિષયતૃષ્ણાનો વિચ્છેદ નથી થયો તેવા જીવો. અન્યોન્ય એટલે પરસ્પર