________________
સૂત્ર-૭ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
૧૧૧ હોય. બાહ્ય-અત્યંતર દ્રવ્યોનો આ જ સ્વભાવ છે એમ ચિંતન કરે. કારણ કે આ પ્રમાણે ચિંતન કરતા સાધુને તે દ્રવ્યોમાં રાગ સ્નેહ પ્રતિબંધ ન થાય. આને જ કહે છે- “મા મૂળે તકિયોનું સુમિનિત્યાનુપ્રેક્ષ' તે બાહ્ય-અત્યંતર દ્રવ્યોથી વિયોગ તે તવિયોગ. તવિયોગમાં થતું જે શારીરિક-માનસિક દુઃખ તે તમને) ન થાઓ એટલા માટે વિયોગ થાય એ પહેલા જ અનિત્યતાનું ચિંતન કરે. આ પ્રમાણે અનિત્ય અનુપ્રેક્ષા છે. અશરણ અનુપ્રેક્ષાનું પ્રતિપાદન કરવા માટે કહે છે–
“યથા નિરાશ્રય” ત્ય, યથા એ પદ દૃષ્ટાંતને બતાવનારું છે. નિરાશ્રય એટલે રક્ષણના સ્થાનથી રહિત. વિરહિતે એ પદ નિવારણ કરનારના અભાવને બતાવનારું છે. જ્યાં લોક હોય ત્યાં કદાચ કોઈક દયાળુ નિવારણ પણ કરે. “વાસ્થતીવૃ8 રૂતિ વન શબ્દથી વૃક્ષો જ ગ્રહણ કરવામાં આવે છે નહિ કે ઝાડીનો સમૂહ વગેરે, તૃપ્તિનું (નિશ્ચિતતાનું) સ્થાન. “વત્તવતા રૂતિ દુર્બલ વડે પરાભવ પામેલ કદાચ નાસી પણ જાય. બલવાન પણ ધરાયેલો હોય તો મંદ આદરવાળો હોવાથી મૃગશિશુ પાસે ન પણ જાય. એથી કહે છે- “સુત્પર તેને મિષણા” તિ સુધાને પામેલા અને માંસની ઇચ્છા કરનારા. સિંહથી=મૃગરાજથી. અભ્યાહત= પરાભવ પામેલ. “મૃશિશુ:' રૂતિ કપટવાળી સેંકડો કાળોનો જેણે અનુભવ કર્યો છે તેવો શરણ રહિત વૃદ્ધ મૃગ ચતુર હોવાથી કદાચ નાસી પણ જાય, બાળ મૃગ ન ભાગી જાય. શરણ એટલે ભયને દૂર કરનારું સ્થાન. તેનો અભાવ છે.
વિમ્ ઇત્યાદિથી દાન્તિક અર્થને સમાન કરે છે=ઘટાવે છે. જન્મ એટલે યોનિમાંથી નીકળવું અથવા ગર્ભાધાન(=ગર્ભમાં મૂકાવું). બંને દુઃખનું કારણ છે. ગર્ભમાં આકુળ થયેલો જીવ' પિંડકની જેમ યોનિમુખથી પીડાતો કષ્ટથી નીકળે છે. ઉદરમાં રહેલો પણ ભેગા કરેલા અંગોવાળો ૧. પિંડક એક જાતનું કંદ છે. તેને જેમ જમીનમાંથી બહાર કાઢવામાં આવે છે તેમ જીવને
યોનિમાંથી બહાર કાઢવામાં આવે છે.