________________
૯૪ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૭ તે આ પ્રમાણે- ભક્ષિત માત્રથી જ શ્લેષ્માશયને પામીને શ્લેષ્મ વડે દ્રવ કરાયેલો કવલાહાર અત્યંત અશુચિ થાય છે. પછી પિત્તાશયને પામીને પકાતો અને ખલ થયેલો કવલાહાર અશુચિ જ થાય છે. પાકેલો કવલાહાર પવનાશયને પામીને વાયુ વડે વિભાગ કરાય છે, ખલ જુદો કરાય છે અને રસ જુદો કરાય છે. ખલમાંથી મૂત્રવિઝા વગેરે મળો પ્રગટ થાય છે. રસમાંથી લોહી પરિણમે છે. લોહીમાંથી માંસ, માંસમાંથી મેદ, મેદમાંથી હાડકા, હાડકામાંથી મજ્જાઓ, મજ્જાઓમાંથી વીર્ય પરિણમે છે. ગ્લેખથી પ્રારંભી વીર્ય સુધી આ બધું અશુચિ છે. તેથી આદિકારણ અને ઉત્તરકારણ અશુચિ હોવાથી શરીર અશુચિ છે.
વળી બીજું- અશુચિનું ભાજન હોવાથી શરીર અશુચિ છે. અશુચિનું જ પાત્ર પણ શરીર કાન-નાક-આંખ-દાંતોના મેલના અને પસીનો-કફપિત્ત-મૂત્ર-વિષ્ઠા વગેરેના ઉકરડારૂપ છે. તેથી શરીર અશુચિ છે અથવા અશુચિ એવા ગર્ભમાં ઉત્પન્ન થાય છે તેથી શરીર અશુચિ છે.
વળી બીજું- આ જ કાનમેલ વગેરેનું શરીર ઉત્પત્તિ સ્થાન છે. કારણ કે કાનમેલ વગેરે શરીરમાં ઉત્પન્ન થાય છે.
વળી બીજું- અશુભ પરિણામવાળા પાકને(=ફળને) અનુસરેલું હોવાથી શરીર અશુચિ છે. આર્તવ થયે છતે બિંદુના પ્રક્ષેપથી આરંભીને જ શરીર કલલ-અબ્દ-પેશિઘનઘૂહ-સંપૂર્ણ ગર્ભ-કૌમાર-યૌવન-સ્થવિર ભાવને ઉત્પન્ન કરનારા એવા અશુભ પરિણામરૂપ પાકથી અનુબદ્ધ, દુર્ગન્ધિ, પૂતિ સ્વભાવ અને દુરન્ત છે તેથી અશુચિ છે.
વળી બીજું- અપવિત્રતા અશક્ય પ્રતિકારવાળી હોવાથી શરીર અશુચિ છે. શરીરની અપવિત્રતા અશક્ય પ્રતિકાર જ છે. ઉદ્વર્તનરૂક્ષણ-સ્નાન-અનુલેખન-ધૂપ-પ્રઘર્ષ-વાસયુક્તિ-માલ્યાદિથી પણ શરીરની અપવિત્રતાને દૂર કરવાનું શક્ય નથી.
અશુચિ સ્વરૂપ હોવાથી અને શુચિદ્રવ્યો)નો ઉપઘાતક હોવાથી શરીર અશુચિ છે. આ પ્રમાણે વિચારતા એને શરીર ઉપર નિર્વેદ થાય છે.