________________
૯૫
સૂત્ર-૭
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ નિર્વેદને પામેલો તે શરીરનો નાશ કરવા(=જન્મરહિત બનવા) માટે પ્રવર્તે છે. આ પ્રમાણે અશુચિત્વ ભાવના છે.
ઇંદ્રિય વગેરે આગ્નવો આ લોકમાં અને પરલોકમાં અપાયથી યુક્ત છે, મહાનદીના પ્રવાહની સમાન તીક્ષ્ણ છે, અકુશળને આવવાના અને કુશળને નીકળવાના કારરૂપ છે, જીવને કાપનારા છે એમ ચિંતવે.
તે આ પ્રમાણે- સ્પર્શેન્દ્રિયમાં આસક્ત ચિત્તવાળો, સિદ્ધ, અનેક વિદ્યાઓના બળથી યુક્ત, આકાશગામી અને અષ્ટાંગ મહાનિમિત્તના પારને પામનારો પણ ગાગ્યું સત્યકિ મરણને પામ્યો. તથા ઘણાં વસનો પ્રમાથ અને જલાવગાહ આદિ ગુણોથી યુક્ત, વિચરનારા મદોત્કટ બલવાન અને હાથણીમાં સ્પર્શેન્દ્રિયમાં આસક્ત ચિત્તવાળા બનેલા એવા હાથીઓ ગ્રહણને પામે છે–પકડાય છે, અર્થાત્ કેદ થઈ જાય છે. તેથી બંધ-વધ-દમન-વાહન-નિહનન-અંકુશ-પાર્ણિ-પ્રતોદઅભિઘાત (પરોણાનો ઘા) વગેરેથી ઉત્પન્ન કરાયેલા તીવ્ર દુઃખોને અનુભવે છે અને સદાય સ્વચ્છન્દ પ્રચાર સુખવાળા વનવાસને યાદ કરે છે. તથા મૈથુન સુખના પ્રસંગથી જેનો ગર્ભ કરાયો છે એવી ખચ્ચરી પ્રસવવાને સમર્થ ન બનતી તીવ્ર દુઃખથી હણાયેલી અને પરાધીન બનેલી મરણને પામે છે. આ પ્રમાણે સ્પર્શેન્દ્રિયના સુખમાં આસક્ત ચિત્તવાળા બધાય જીવો આ લોકમાં અને પરલોકમાં વિનાશને પામે છે.
જિલૈંદ્રિયમાં આસક્ત જીવો મરેલા હાથીના શરીરમાં રહેલા અને પ્રવાહના વેગથી વહન કરાયેલા કાગડાની જેમ, હેમંત ઋતુમાં ઘીના ઘડામાં પ્રવેશેલા ઉંદરની જેમ, ગાયના વાડામાં આસક્ત સરોવરવાસી કાચબાની જેમ, માંસપેશીમાં લુબ્ધ બનેલા બાજપક્ષીની જેમ, માછલીને પકડવાના કાંટામાં રહેલા માંસમાં આસક્ત બનેલા માછલાની જેમ મૃત્યુને પામે છે.
તથા ધ્રાણેદ્રિયમાં આસક્ત બનેલા જીવો ઔષધિની ગંધમાં લુબ્ધ બનેલા સર્પની જેમ, પરાળની ગંધને અનુસરનારા (ગંધ તરફ જનારા) ઉંદરની જેમ વિનાશને પામે છે.