________________
૯૨ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૭ વડે પરાભવ પામેલ મૃગશિશુને શરણ નથી. એ પ્રમાણે જન્મ-જરામરણ-વ્યાધિ-પ્રિયવિપ્રયોગ-અપ્રિયસંપ્રયોગ-ઇસિતઅલાભ-દારિજ્યદૌર્ભાગ્ય-દૌર્મનસ્ય-મરણાદિથી થયેલ દુઃખથી હણાયેલા જીવને સંસારમાં શરણ નથી એ પ્રમાણે વિચારે.
આ પ્રમાણે ચિંતન કરતા સાધુને હું સદા અશરણ છું એમ નિત્ય ઉદ્વિગ્ન બનેલા તેને સાંસારિક ભાવોમાં રાગ થતો નથી. અરિહંતશાસનમાં કહેલા જ વિધિમાં પ્રવર્તે છે. તે જ ઉત્કૃષ્ટ શરણ છે. આ પ્રમાણે અશરણ અનુપ્રેક્ષા છે.
અનાદિ સંસારમાં નરક-તિર્યંચયોનિ-મનુષ્ય-દેવોના જન્મોને ગ્રહણ કરવામાં ચક્રની જેમ પરિભ્રમણ કરતા જીવના બધા જ જીવો સ્વજનો છે અથવા પરજનો છે.
સ્વજન-પરજનની વ્યવસ્થા નથી. માતા થઈને બહેન, પત્ની અને દીકરી થાય છે. બહેન થઈને માતા, પત્ની અને પુત્રી થાય છે. પત્ની થઈને બહેન, પુત્રી અને માતા થાય છે. પુત્રી થઈને માતા, બહેન અને પત્ની થાય છે તથા પિતા થઇને ભાઈ, પુત્ર અને પૌત્ર થાય છે. ભાઈ થઈને પિતા, પુત્ર અને પૌત્ર થાય છે. પુત્ર થઈને પિતા, ભાઈ અને પૌત્ર થાય છે. પૌત્ર થઈને પિતા, ભાઈ અને પુત્ર થાય છે. સ્વામી થઈને દાસ થાય છે. દાસ થઈને સ્વામી થાય છે. મિત્ર થઈને શત્રુ થાય છે. શત્રુ થઇને મિત્ર થાય છે. પુરુષ થઈને સ્ત્રી અને નપુંસક થાય છે. સ્ત્રી થઈને પુરુષ અને નપુંસક થાય છે. નપુંસક થઇને સ્ત્રી અને પુરુષ થાય છે.
આ પ્રમાણે ચોરાશી લાખ યોનિ વગેરેમાં રાગ-દ્વેષ-મોહથી પરાભવ પામેલા અને વિષયતૃષ્ણાઓથી વિરામ નહિ પામેલા જીવોથી અન્યોન્ય ભક્ષણ-અભિઘાત-બંધ-અભિયોગ-આક્રોશ આદિથી ઉત્પન્ન કરાયેલા તીવ્ર દુઃખો પ્રાપ્ત કરાય છે. અહો ! સંસાર દ્વન્દ્રનો આરામ છે, કષ્ટ સ્વભાવવાળો છે એ પ્રમાણે ચિંતવે. આ પ્રમાણે ચિંતન કરતા અને એથી જ સંસારભયથી ઉદ્ગવિગ્ન બનેલા એને નિર્વેદ થાય છે. નિર્વેદ પામેલો તે સંસારના નાશ માટે પ્રવર્તે છે. આ પ્રમાણે સંસાર અનુપ્રેક્ષા છે.