________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૬
અનુગ્રહ કરનારા પાંચમા આચાર્ય (યોગ્ય સાધુને) સ્થાપનાચાર્ય પધરાવવાની અને આસન પાથરવાની અનુજ્ઞા આપે.
૮૬
‘તસ્ય બ્રહ્મવર્યસ્ય’ ફત્યાવિ, બ્રહ્મચર્યના રક્ષણ માટે અને દઢ કરવા માટે બ્રહ્મચર્યના વિશેષગુણો જણાવાય છે. મે=આ એવા પ્રયોગથી વિશેષગુણો પ્રત્યક્ષ કરાય છે. અબ્રહ્મવિરતિરૂપ વ્રતના અતિશય ઉપકારી હોવાથી વિશેષથી ગુણો=વિશેષગુણો. યથોક્ત ભાવનાઓ એટલે પૂર્વે (સાતમા અધ્યાયના ત્રીજા સૂત્રમાં) કહેલી પાંચ ભાવનાઓ. સ્ત્રીના અંગોનું નિરીક્ષણ, પૂર્વે કરેલી કામક્રીડાઓનું સ્મરણ, વૃષ્ય(=વીર્યવર્ધક)રસ અને કામકથાઓથી તથા સંસક્ત(=પશુ-પંડક-સ્ત્રી આદિના સંસર્ગવાળી) વસતિથી વિરતિઓ બ્રહ્મચર્યની ભાવનાઓ છે. શુભ જે સ્પર્શાદિ અને શરીરવિભૂષા તેમાં અભિનંદિત્વનો અભાવ એટલે કે તેમની પ્રાપ્તિ થવા છતાં હર્ષ ન પામવો=મનમાં પ્રસન્ન ન બનવું, રાગદ્વેષરહિત બનવું. એ પ્રમાણે બ્રહ્મચર્ય ધર્મ થાય છે.
આ પ્રમાણે ક્ષમાથી ક્રોધનો વિનાશ કરે, જેણે ક્રોધનો વિનાશ કર્યો છે તે નીચૈવૃત્તિ અને અનુત્યેકથી માર્દવને ધારણ કરે, જેણે મદસ્થાનોનો ત્યાગ કર્યો છે તે સરળતાને ભાવે, ભાવદોષનો ત્યાગ કરીને ગુપ્ત દોષોવાળી માયાને આર્જવથી પ્રગટ કરીને લોભાભાવના આશ્રયથી શૌચને આચરે. લોભાભાવરૂપ શૌચ વડે લોભરૂપ અશુચિનું સંશોધન કરીને શુદ્ધ બનેલો આત્મા સત્ય બોલે, સત્યવાદી સત્તર પ્રકારના સંયમને આચરે, સંયત બનેલો આત્મા બાકી રહેલ ચિત્તવિશુદ્ધિ માટે તપ કરે. પછી બાહ્ય પણ ધર્મસાધનોનો ત્યાગ કરે, વિદ્યમાન પણ કાયા-વચનમનમાં, ધર્મોપકરણોમાં અને મિત્ર-સંબંધીઓમાં નિઃસ્પૃહ હોવાથી નિર્મમત્વ નામના આર્કિચન્યને ભાવે, આફિંચન્યની વિદ્યમાનતામાં બ્રહ્મચર્ય પરિપૂર્ણ થાય છે. (૯-૬)
૧. નીચૈવૃત્તિ અને અનુત્યેકના અર્થ માટે પ્રસ્તુત સૂત્રમાં માર્દવના વર્ણનમાં જુઓ.