________________
સૂત્ર-૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સાધુઓ ધન્ય છે=ધર્મરૂપ ધનને મેળવે છે. (વિશેષા.ગા.૩૪૫૯ પંચા.૧૧ ગા.૧૫)
૮૫
ક્રોધ વગેરે કષાયો છે. પરિપાક એટલે પરિણતિ, ઉપશમ કે ક્ષય. કષાયોના પરિપાક માટે ગુરુકુળવાસ સ્વીકારવો જોઇએ. પરિણામ વિચિત્ર હોવાથી, વિકથાદિ દોષથી, અસત્ લોકના સંપર્કથી અશુભ ક્રિયાના સંગથી અનુશ્રોતોગામિત્વ દોષથી (પ્રવાહ પ્રમાણે જવાના સ્વભાવથી) ગુરુથી રહિત સાધુ જલદી જ મોક્ષમાર્ગથી ભ્રષ્ટ બને. તેથી જીવનપર્યંત ગુરુકુળવાસનો આશ્રય કરવો જોઇએ. ગુરુકુળવાસથી પરાધીન કરાયેલાના જ્ઞાન-દર્શન-ચારિત્ર, વ્રત, ભાવના, ગુપ્તિ આદિની વિશેષથી વૃદ્ધિ થાય છે. આથી જ સાધુ આચાર્ય અને ઉપાધ્યાય એ બેથી સંગ્રહ કરાયેલો હોય, અર્થાત્ એ બેની નિશ્રામાં રહે. સાધ્વી આચાર્યઉપાધ્યાય અને પ્રવર્તિનીથી સંગ્રહ કરાયેલી હોય.
9
સાધુ આચાર્યાદિથી સંગ્રહ કરાયેલો હોય એ જ વિષયને આદર ધારણ કરવા માટે ગુવંધીનત્વ, અસ્વાતન્ત્ર, પુરુનિર્દેશાવસ્થાયિત્વ એમ પર્યાય શબ્દોથી કહ્યો છે. આચાર્યના ગ્રહણથી પાંચ આચાર્યો કહ્યા છે. પ્રવ્રાજક એટલે વ્રતાદિનું આરોપણ કરનાર. દિગાચાર્ય એટલે સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુની(=વસ્તુને લેવાની) અનુજ્ઞા આપનાર. જે પહેલાથી શ્રુતનો=આગમનો ઉદ્દેશ કરે તે શ્રુતોનેેષ્ટા છે. જેમણે ઉદ્દેશો કર્યો છે તે ગુરુના વિયોગમાં શ્રુતને સ્થિર પરિચિત કરાવવા દ્વારા સમુદ્દેશો કરે અથવા સમ્યગ્ ધારી રાખવાનું કહેવા દ્વારા અનુજ્ઞા કરે છે, તે શ્રુતસમુદ્દેષ્ટા છે.
પ્રશ્ન— શ્રુતસમુદ્દેષ્ટા શબ્દથી તો શ્રુતનો સમુદ્દેશો કરે એવો જ અર્થ થાય. અનુજ્ઞા કરે એવો અર્થ પણ કેવી રીતે થાય ?
ઉત્તર– સમુદ્દેશ અને અનુજ્ઞા એક કાળે થતા હોવાથી સમુદ્દેશ શબ્દથી અનુજ્ઞાનો સંગ્રહ કર્યો છે.
આમ્નાય એટલે આગમ. આગમના ઉત્સર્ગ-અપવાદરૂપ અર્થને જે કહે તે આમ્નાયાર્થવાચક છે. પરમર્ષિના પ્રવચનના અર્થને કહેવા દ્વારા