________________
શ્રી તત્ત્વાર્થોધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૬ ધર્મક્રિયામાં સહાય કરે છે ત્યારે ત્યાં સુધી) આ શરીર આહારાદિથી શક્તાદિમાં અલોપાંજનની જેમ ઉપગ્રહ કરવા યોગ્ય છે. પણ અવયવોની રચનાની શોભા માટે ઉપગ્રહ કરવા યોગ્ય નથી. શરીરમાં મમતાનો અભાવ આકિંચન્ય છે. રજોહરણાદિ ધર્મોપકરણ પ્રમાર્જનાદિ કાર્યને સાધવા માટે વાપરવામાં આવે છે એથી સંયમોપકરણ છે. સંયમોપકરણમાં પણ મમતાનો અભાવ આકિંચન્ય છે. બ્રહ્મચર્યના સ્વરૂપનો નિર્ણય કરવાની ઇચ્છાથી ભાષ્યકાર કહે છે–
વ્રત પરિપાલનાય’ ફત્યાદ્રિ આકિંચન્યમાં રહેલો સાધુ બ્રહ્મચર્યનું પાલન કરે. તે બ્રહ્મચર્ય ગુરુકુળવાસરૂપ છે, અર્થાત્ ગુરુકુળવાસ બ્રહ્મચર્ય છે. મહાન હોવાથી આત્મા બ્રહ્મ છે. બ્રહ્મમાં ચરવું તે બ્રહ્મચર્ય. આત્મામાં રમવું=રાગ-દ્વેષથી રહિત આત્મામાં રહેવું અને અબ્રહ્મથી વિશિષ્ટનિવૃત્તિ એ બ્રહ્મચર્યવ્રત છે. બ્રહ્મચર્યમાં મુખ્યતાથી મૈથુનનો ત્યાગ છે. તેના પરિપાલન માટે ગુરુકુળમાં રહેવું જોઈએ. જો કે મનોહર અને અમનોહર વિષયોમાં અનુક્રમે રાગથી અને દ્વેષથી વિશિષ્ટ મુક્તિ એ બ્રહ્મચર્ય છે, તો પણ મુખ્યતયા મૈથુનનિવૃત્તિની જ વિવેક્ષા છે. તેના પરિપાલન માટે ભગવાને વસતિ-કથા-નિષઘા-ઇદ્રિય-કુડ્યાંતર-પૂર્વક્રીડિત-પ્રણીતાહારઅતિમાત્ર ભોજન-વિભૂષણ નામની નવ ગુક્તિઓ જણાવી છે.
જ્ઞાનના સંવર્ધન માટે ગુરુકુળવાસ છે. આર્ષ પ્રવચનમાં કહ્યું છે કે“ગુરુકુળવાસમાં રહેનાર સાધુ દરરોજ વાચનાદિ થવાથી શ્રુતજ્ઞાનનું ભાજન બને છે. સ્વદર્શન-પરદર્શનનું સ્વરૂપ સાંભળવાથી શ્રદ્ધામાં અતિશય સ્થિર બને છે. વારંવાર સારણાદિ થવાથી ચારિત્રમાં અતિશય સ્થિર બને છે. આથી માવજીવ ગુરુકુળવાસનો ત્યાગ નહિ કરનારા ૧. અક્ષોપાંજન શબ્દનો શબ્દાર્થ આ પ્રમાણે છે- અક્ષ એટલે ગાડા વગેરેના પૈડાની ધરી. | ઉપજન એટલે તેલાદિથી લેપવું. ભાવાર્થ આ પ્રમાણે છે- જેમ ગાડાના પૈડાની ધરીમાં તેલનું ઉંધણ પૈડું બરાબર ચાલે તેટલું જ જોઇએ તેમ શરીરને આહાર સંયમનો નિર્વાહ થાય તેટલો જ અને તેવો જ જોઈએ. આ વિષે પ્રશમરતિ પ્રકરણમાં ગાથા આ પ્રમાણે છેव्रणलेपाक्षोपाङ्गवदसङ्गयोगभरमात्रयात्रार्थम् । पन्नग इवाभ्यवहरेदाहारं पुत्रपलवच्च ॥१३५॥