________________
સૂત્ર-૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯ (અદુષ્ટ પ્રાણી સાધુ ખસી જાય તો માર્ગથી જ જાય. એટલે વનસ્પતિ આદિનીવિરાધનાન થતી હોય તો અદુષ્ટપ્રાણી આવે ત્યારે સાધુખસી જાય.) ઇત્યાદિ નિયમવિશેષોથી આ માસિક પ્રતિમા વિચિત્ર છે. દ્વિમાસિકી પ્રતિમામાં આરૂઢ થયેલા સાધુને આહારની અને પાણીની બે દત્તિ હોય. બાકીની ચર્યા પૂર્વવત્ (એક માસિકી પ્રતિમાપારીની જેમ) જાણવી. એ પ્રમાણે પછીની પ્રતિમાઓમાં પણ જેટલા માસ હોય તેટલી જ દત્તિઓ પણ હોય, યાવત્ સપ્તમાસિક પ્રતિમામાં સાત દત્તિઓ હોય. બાકીનું વિધાન પ્રથમ પ્રતિમાની જેમ છે. (૧) પ્રથમસતરાત્રિકી પ્રતિમામાં આરૂઢ થયેલા સાધુને (એકાંતરે) પાણી
રહિત ઉપવાસ હોય. (પારણે આયંબિલ કરે. દત્તિનો નિયમ નથી.) (૨) ગામ આદિની બહાર ચત્તા સૂવે, પડખે સૂવે કે પલાઠીવાળી બેસે
આ ત્રણ સ્થિતિમાંથી કોઈપણ સ્થિતિમાં રહેવું કહ્યું. (૩) દેવ-મનુષ્ય-તિર્યંચના ઉપસર્ગોને સહન કરે. (૪) બીજું પૂર્વની જેમ જાણવું. (૧) બીજી સપ્ત રાત્રિની પ્રતિમામાં આરૂઢ થયેલા સાધુને તે જ=
પાણીરહિત ઉપવાસ હોય. (૨) તેનું સ્થાન લાકડીની જેમ લાંબા થઈને સૂવે અથવા વાંકા લાકડાની
જેમ સૂવે, અર્થાત્ જમીનને માત્ર મસ્તક અને પગની એડી અડે તે રીતે સૂવે અથવા ઉત્કટુક આસને (ઢકા જમીનને ન અડે તે રીતે
ઉભડક પગે બેસે.), (૧) ત્રીજી સસરાત્રિની પ્રતિમા ઉપર આરૂઢ થયેલા સાધુને પાણીરહિત
ઉપવાસ હોય. (૨) એનું સ્થાન ગોદોહિક છે. (પની અને ઢેકા એકબીજાને અડે અને
પાછળનો ભાગ અદ્ધર રહે તેમ બેસવું એ ગોદોહિકા આસન છે.) અથવા વીરાસન છે. (ભૂમિ ઉપર પગ રાખીને સિંહાસને બેઠેલાનું