________________
૮૦ * શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૬ (૨) પાણીની એક દત્તિને ગ્રહણ કરે છે. (૩) આપનારી સ્ત્રી એક પગ ઉંબરાની અંદર અને એક પગ ઉંબરાની
બહાર રાખીને દત્તિને આપે તો કહ્યું. (૪) ભિક્ષાકાળ થયા પહેલા, ભિક્ષાકાળ સમયે અને ભિક્ષાકાળ વીતી
ગયા પછી ગોચરી માટે જાય. (૫) પેડા, અર્ધપેડા, ગોમૂત્રિકા, પતંગવીથિ, સબુકાવૃત્તિ અને ગત
પ્રત્યાગતા એમ છ પ્રકારની ગોચર ભૂમિમાં (ભિક્ષા માટે) ફરે. આવા પ્રકારના તપને કરનારા છે એમ જ્યાં લોકોને ખબર પડી જાય ત્યાં એક અહોરાત્ર જ રહે. જયાં તેવી ખબર ન હોય ત્યાં
એક કે બે અહોરાત્ર રહેવું કહ્યું છે, વધારે નહિ. (૭) અવગ્રહાદિની યાચના માટે બોલે, સૂત્રાર્થની શંકા આદિની પૃચ્છા
કરવા માટે બોલે, તૃણાદિની અનુમતિ માટે બોલે, પ્રશ્નનો ઉત્તર
આપવા માટે બોલે. (આચાર પ્રસંગે જબોલે, એ સિવાય મૌન રહે.) (૮) ધર્મશાળા, ખુલ્લું ઘર અને વૃક્ષની નીચે એમ ત્રણ આશ્રયનો
પરિભોગ કરે. (૯) (કારણે સૂવું પડે તો) પૃથ્વીશિલા, કાષ્ઠની પાટ કે પાથરેલા ઘાસ
વગેરેનો સંથારો એમ ત્રણ સંથારા ઉપર શયન કરે. (૧૦)તેનાથી સેવાયેલા (તે જે ઉપાશ્રયમાં હોય તે) ઉપાશ્રયમાં કોઈ
આગ લગાડે તો બળી જવાના ભયથી ન નીકળે. (કોઈ હાથ
પકડીને કાઢે તો નીકળે.) (૧૧)પગમાં લાગેલા કાંટા વગેરેને કે આંખમાંથી રજ વગેરેને ન કાઢે. (૧૨) પાણીમાં કે સ્થળ વગેરેમાં જ્યાં હોય ત્યારે) સૂર્ય અસ્ત પામે તો - તે સ્થાનથી એક પણ પગલું આગળ ન જાય. (૧૩)પ્રાસુક પણ પાણીથી હાથ-પગ વગેરેનું પ્રક્ષાલન ન કરે. (૧૪)દુષ્ટ અશ્વ અને હાથી વગેરે સામે આવી રહ્યા હોય તો એક પગલું
પણ પાછળ ન ખસે.