________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૯
સૂત્ર-૬ સિંહાસન લઈ લેતાં ચલાયમાન થયા વિના જેવી સ્થિતિ થાય તેવી
સ્થિતિ એ વીરાસન છે અથવા આમ્રફળની જેમ વાંકી રીતે બેસે.) (૧) અહોરાત્રિની પ્રતિમાનો સ્વીકાર કરેલા સાધુને ચોવિહાર છઠ્ઠ હોય. (૨) ગામ આદિની બહારચારઆંગળ જેટલા આંતરાવાળાબે પગો કરીને
બાહુ લંબાવીને કાયોત્સર્ગ મુદ્રાએ રહે. તેને એક જ સ્થાન હોય. (૩) બાકીનું પૂર્વની જેમ હોય. (૧) એક રાત્રિની પ્રતિમાને કરનારા સાધુને ચોવિહાર અઠ્ઠમ હોય. (૨) કાયાને કંઈક નમેલી રાખે. (૩) કોઈ એક પદાર્થ ઉપર નેત્રોને મીંચ્યા વિના સ્થિર દૃષ્ટિ રાખે. (૪) શરીરનાં સર્વ અંગો જેવી સ્થિતિમાં હોય તેવી જ સ્થિતિમાં રાખે,
અર્થાત્ એક પણ અંગને જરા પણ હલાવે નહિ. (૫) ઇદ્રિયસમૂહ ઉપર કાબૂ રાખે. (૬) કાયોત્સર્ગની અવસ્થામાં રહે. (૭) જે દેવ-મનુષ્ય-તિર્યંચોના ઉપસર્ગોને સહન કરે તેને આ પ્રતિમા
હોય. (સતત્રિવયાદ તિસ્ત્ર: ભાષ્યના એવા પાઠના સ્થાને કોઈ કોઈ પ્રતોમાં સવિતુર્વવિંશતિત્રિપ્તિ એવો પાઠ છે. આ પાઠ બરોબર નથી એ વિષે જણાવે છે-)
સવિતુર્વરવિતિરત્રિવતસ્ત્રા' રૂતિ આ ભાષ્ય મહર્ષિઓના પ્રવચનને અનુસરનારું નથી. તો આ ભાષ્ય કેવી રીતે આવ્યું? આ ગીતાર્થનો પ્રમાદ છે. પૂર્વના જાણકાર વાચક શ્રી ઉમાસ્વાતિ મહારાજા આવા પ્રકારનું આર્ષની સાથે વિસંવાદવાળું ભાષ્ય કેવી રીતે રચે ? સૂત્રનો બોધ ન થવાથી જેને બ્રાન્તિ થઈ છે તેવા કોઈકે આ વચન રચ્યું છે. ઢોવી સત્તરારંઢિયા તફયા સત્તરારંડિયા=બીજી સપ્તરાત્રિકી, ત્રીજી સસરાત્રિની એવા સૂત્રને તોડી નાખ્યું છે=જુદું કર્યું છે. બે સપ્તરાત્ર(ચૌદ)