________________
૫૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
વીરોનું આ કર્મ=વૈ૨.૧
સૂત્ર-૬
પ્રમોદ
ગુણાધિક જીવો ઉ૫૨ પ્રમોદને ભાવે. આને કહે છે- ‘પ્રમોદ્દો નામે’તિ ઇત્યાદિ, સમ્યક્ત્વાદિથી અધિક હોય એવા જીવો ઉપર પ્રમોદ કરવો. પ્રમોદ એટલે હર્ષ. તેને ભાવે-ચિંતવે.
વિનય— જેનાથી કર્મ દૂર કરાય તે વિનય. વિનયના જ્ઞાન-દર્શનચારિત્ર-ઉપચાર એમ ચાર ભેદ છે. વિનય ક્રિયાવિશેષ છે.
વંદન– વંદન વિનયનો હેતુ છે, અર્થાત્ વંદન કરવાથી વિનય થાય છે. નમ્ર બનેલા મન-વચન-કાયાથી અને વિશેષથી મસ્તકથી વંદન થાય છે. સ્તુતિ– સદ્ભૂતગુણોનું કીર્તન કરવું. વર્ણવાદ– યશની પ્રસિદ્ધિ કરવી.
વૈયાવૃત્ત્વ— વૈયાવૃત્ત્વનો શબ્દાર્થ વ્યાવૃતતા થાય. ભાવાર્થ આ પ્રમાણે છે- બાળ-ગ્લાન-ગુરુ-ઉપવાસી-શૈક્ષ-પ્રાપૂર્ણકોને ઉદ્દેશીને આગમમાં વિહિત એવો ભક્ત-પાન-વસ્ત્ર-પાત્ર-ઉપાશ્રય-દંડાદિ ઉપકરણોને શોધવાલાવવા-આપવા રૂપ જે વ્યાપાર તે વ્યાપારને કરવો તે વૈયાવૃત્ત્વ. આવિ શબ્દથી દેશ-કાળની અપેક્ષાએ સાધુઓને ઉદ્દેશીને પૂજાના હેતુ(=જેનાથી સાધુની પૂજા થાય) એવા અનેક પ્રકારોનો સંગ્રહ કર્યો છે.
સમ્યક્ત્વ=તત્ત્વભૂત પદાર્થોની શ્રદ્ધા. જ્ઞાન—હિત-અહિતનો બોધ કરાવે તે.
ચારિત્ર=મૂલગુણ-ઉત્તરગુણ સ્વરૂપ. તપ=બાહ્ય અને અત્યંતર એવા ભેદવાળું.
આ સમ્યક્ત્વ વગેરેથી સાધુઓ ગૃહસ્થોથી અધિક છે. આવા સાધુઓની પરથી, સ્વથી કે પર-સ્વ એમ ઉભયથી કરાયેલી જે વંદનાદિ રૂપ પૂજા, એ પૂજાથી ઉત્પન્ન કરાયેલો અને સર્વ ઇંદ્રિયોથી અભિવ્યક્ત થતો માનસિક હર્ષ પ્રમોદ કહેવાય છે.
૧. પુન: પુન: પાનરનમિત્યર્થ: આ પાઠમાં અશુદ્ધિ જણાય છે આથી તેનો અર્થ લખ્યો નથી.