________________
સૂત્ર-૬ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૫૩ नोपदिष्टमपि हितं समादत्ते तद्वदेते तथोक्ताः, तदेव स्पष्टयति 'ग्रहणधारणे'त्यादिना उपदेशस्य ग्रहणं-प्रतिपत्तिः । गृहीतस्याविस्मरणं धारणं । एवमेतदिति निश्चितप्रत्ययो विज्ञानं । ईहा तत्त्वान्वेषिणी जिज्ञासा। विचारणोत्तरकालमपोहः सदोषपक्षत्यागः । एभिर्ग्रहणादिभिर्वियुक्ता महामोहो-मिथ्यादर्शनं तेनाक्रान्ताः अभिगृहीतमिथ्यादृष्टयो दुष्टावग्राहिताश्चेति दुष्टाः-रागादिदोषभाजस्तैश्च स्वपक्षानुरागात् परपक्षद्वेषाच्चान्यथा वस्तु ग्राहिताः, अवग्राहिता इति विप्रलब्धाः, ते चाजीवितावधि स्वमसद्ग्रहं न मुञ्चन्ति, तेषु पुनर्माध्यस्थ्यं भावयेत्, तेषु तत्त्वावगतेरभावाद्विफल उपदेशः, कस्मात् कारणान्माध्यस्थ्यं भावनीयं?, 'न हि तत्रे'त्यादि, नैव तत्र मृत्पिण्डादितुल्ये दुष्टावग्राहिते च वक्तुहितोपदेशदानसाफल्यं भवति, निष्फलं चोपदेशं तीर्थकृतोऽपि नाद्रियन्ते, यथाह-सर्वं च देशविरति'मित्यादि, एवं च भावयतो व्रतानां स्थैर्य મવતીતિ HIS-દ્દા
ટીકાર્થ– આને કહે છે- મૈત્રી આદિ શબ્દોનો દ્વન્દ સમાસ કરીને દ્વિતીયા વિભક્તિથી નિર્દેશ છે.
યથાસંખમૈત્રી આદિને ભાવે. સર્વ જીવો ઉપર મૈત્રીને ભાવે, ગુણાધિક જીવો ઉપર પ્રમોદને ભાવે. એ પ્રમાણે બીજા સ્થળે પણ યોજના કરવી.
મૈત્રી મૈત્રી એટલે સર્વ જીવો ઉપર સ્નેહનો પરિણામ. જે જીવોએ અપકાર કર્યો હોય તેમને પણ ચિત્તમાં સ્થાપીને સર્વ જીવોને હું મન-વચનકાયાથી સમ્યમ્ ખમું છું(=સમા ધારણ કરું છું), અર્થાત્ તેમના અપરાધોને સહન કરું છું. જેમના ઉપર મેં અપકાર કર્યો હોય તે જીવોને પણ હું નમાવું છું, અર્થાત્ ક્ષમા ધારણ કરાવું છું. તમારા અપરાધોને સહન કરાવું છું મારા અપરાધોને સહન કરે=માફ કરે એવી વિનંતી કરું છું.) તેમાં બીજો ક્ષમા કરે કે ન કરે પણ પોતાના ચિત્તની મલીનતા અવશ્ય દૂર કરવી જોઇએ. આનું જ અધિક સ્પષ્ટતાથી વિવરણ કરે છેમારે સર્વ જીવો ઉપર મૈત્રી ભાવ છે, કોઈ પણ જીવની સાથે વૈર નથી.