________________
સૂત્ર-૬
શ્રી તત્ત્વાર્થીનિયસૂત્ર અયાય-૭
૫૫
‘સર્વ’ શબ્દનું ગ્રહણ સંભવની અપેક્ષાએ છે. સાધુગુણોનું કીર્તન થઇ રહ્યું હોય ત્યારે ચિત્ત અને કાન દઇને શ્રવણ, વિકસતા અને પ્રફુલ્લિત થતા લોચન, શરીરે પ્રગટેલા રોમાંચો વગેરેથી વ્યક્ત થતો માનસિક હર્ષ પ્રમોદ કહેવાય છે.
કરુણા
કારુણ્ય-ાહë વિજ્ઞશ્યમાનેપુ=કરુણા એટલે અનુકંપા. કરુણાનો ભાવ તે કારુણ્ય. સંતાપને અનુભવતા જીવો કારુણ્યનો વિષય છે. દીન એટલે શારીરિક-માનસિક દુઃખથી પરાભવ પામેલા. તેમનો અનુગ્રહ તે દીનાનુગ્રહ. દીનાનુગ્રહ, કારુણ્ય, ધૃણા, દયા એ પ્રમાણે પર્યાયો= પર્યાયવાચી શબ્દો છે.
તદ્ કૃતિ, તત્ એટલે કારુણ્ય. સ્વક્ષેત્રમાં કારુણ્ય ભાવનાને ભાવે. તેના ક્ષેત્રને કહે છે- મહામોહથી વશ કરાયેલા, એથી જ મતિ-શ્રુત વિભંગ અજ્ઞાન રૂપે પરિણત થયેલા, વિષયોની તૃષારૂપ અગ્નિથી બળી રહેલા ચિત્તવાળા, હિતકરની પ્રાપ્તિ અને અહિતક૨ના ત્યાગમાં વિપરીત પ્રવૃત્તિવાળા, વિવિધ દુઃખોથી પીડિત એવા દીન, કૃપણ, અનાથ, બાળ, મોમુહ અને વૃદ્ધો ઉપર કરુણાભાવના ભાવવી. તે પ્રમાણે ભાવના ભાવતો જીવ હિતોપદેશ આદિ વડે તેમના ઉપર અનુગ્રહ કરે છે.
મહામોહ=મિથ્યાદર્શન અને અનંતાનુબંધી કષાયો આદિ મહામોહ છે. મહામોહના કારણે જ વિષયો મતિ-શ્રુત અને વિભંગ અજ્ઞાન રૂપે પરિણામ પામે છે.
મતિ-શ્રુત-વિભંગ અજ્ઞાનનાં લક્ષણો પ્રથમ અધ્યાયમાં કહ્યાં છે. વિષયો=શબ્દ વગેરે (પાંચ) વિષયો છે. અગ્નિની જેમ પરિતાપ કરનારી હોવાથી વિષયોની તૃષા અગ્નિ જેવી છે. જીવો વિષયોની તૃષારૂપ અગ્નિથી અતિશય બળી રહેલા ચિત્તવાળા છે. વિષયોનું આસેવન કરનારા ક્યારેય તૃપ્ત થતા નથી. કારણ કે વૃદ્ધાવસ્થામાં પણ વિષયોની કાંક્ષા રહેલી હોય છે. ‘તિર્’ ત્યાદ્રિ મુક્તિનું સાધન હિત છે. સંસારનું સાધન અહિતકર છે. તેમાં વિપરીત પ્રવૃત્તિવાળાએ પ્રેમન પસન સમ્રાટ ભવન છે અને અહિતકરનું સેવન કરે છે
ભાગ કરે
કાંક
....
ક શાળા.