________________
૫૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૬ दीनकृपणानाथबालमोमुहवृद्धेषु सत्त्वेषु भावयेत् । तथा हि भावयन् हितोपदेशादिभिस्ताननुगृह्णातीति । माध्यस्थ्यमविनेयेषु । माध्यस्थ्यमौदासीन्यमुपेक्षेत्यनर्थान्तरम् । अविनेया नाम मृत्पिण्डकाष्ठकुड्यभूता ग्रहणधारणविज्ञानोहापोहवियुक्ता महामोहाभिभूता दुष्टावग्राहिताश्च । तेषु माध्यस्थ्यं भावयेत् । न हि तत्र वक्तुहितोपदेशसाफल्यं भवति ॥७-६॥
ભાષ્યાર્થ– યથાસંખ્ય ભાવે. સર્વ જીવો ઉપર મૈત્રીને ભાવે. સર્વ જીવોને હું નમું છું. સર્વ જીવો ઉપર મારે મૈત્રીભાવ છે. મારે કોઈની સાથે વૈર નથી.
ગુણાધિક જીવો ઉપર પ્રમોદને ભાવે. પ્રમોદ એટલે વિનય કરવો. સમ્યકત્વ-જ્ઞાન-ચારિત્ર-તપથી અધિક એવા સાધુઓની વંદન-સ્તુતિવર્ણવાદ-વૈયાવૃજ્યકરણ વગેરે દ્વારા પર-આત્મ-ઉભયથી કરાયેલ પૂજાથી ઉત્પન્ન થયેલ અને સર્વ ઇંદ્રિયોથી અભિવ્યક્ત થતો એવો માનસિક હર્ષ પ્રમોદ છે.
ક્લેશ પામતા જીવો ઉપર કારુણ્ય ભાવના ભાવે. કારુણ્ય, અનુકંપા, દિીનાનુગ્રહ એ શબ્દો એકાર્ય છે. મહામોહથી અભિભૂત થયેલા, મતિ, શ્રુત અને વિભંગ અજ્ઞાનરૂપે પરિણામ પામેલા, વિષયોની તૃષારૂપ અગ્નિથી બળતા ચિત્તવાળા, હિતકારી પ્રવૃત્તિની પ્રાપ્તિમાં અને અહિતકારી પ્રવૃત્તિના ત્યાગમાં વિપરીત પ્રવૃત્તિ કરનારા, વિવિધ દુઃખથી પીડાએલા એવા દીન, કૃપણ, અનાથ, બાલ, મોમુહ(=અસ્પષ્ટ બોલનાર), વૃદ્ધ જીવો ઉપર કારુણ્યભાવના ભાવવી. તેવી રીતે ભાવતો હિતોપદેશ વગેરેથી તેઓને અનુગ્રહ કરે છે.
અવિનીત જીવોમાં માધ્યચ્ય ભાવે. માધ્યચ્ય, ઔદાસીન્ય, ઉપેક્ષા એ પ્રમાણે એકાર્ય છે.
મૃસ્પિડ, કાષ્ઠ અને ભીંત જેવા ગ્રહણ-ધોરણ-વિજ્ઞાન-ઊહ-અપોથી રહિત મહામોહથી અભિભૂત અને દુખાવગ્રાહિત જીવો અવિનેય છે. તે જીવો ઉપર માધ્યચ્ય ભાવે. તેવા જીવો ઉપર હિતોપદેશ કરવામાં વક્તાને સફળતા થતી નથી. (૭-૬).