________________
૪૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ - સૂત્ર-૫ જેવી રીતે ચોરો અપહરણ ક્રિયાથી મારા ઈષ્ટદ્રવ્યનો વિયોગ કરે તેમાં જેવી રીતે મને ભૂતકાળમાં માનસિક કે શારીરિક દુઃખ થયું હતું અને હમણાં થાય છે તેમ ચોરીથી સર્વ જીવોને દુઃખ થાય છે આથી ચોરીથી નિવૃત્તિ શ્રેયસ્કર છે.
જેવી રીતે હિંસા-અસત્ય-ચોરી દુઃખસ્વરૂપ છે તેવી રીતે રાગવૈષસ્વરૂપ હોવાથી મૈથુન દુઃખસ્વરૂપ જ છે. ઇત્યાદિથી પૂર્વના (=હિંસાદિના) દુઃખની તુલ્યપણાની ભલામણ કરે છે. માયા-લોભ રાગરૂપ છે. ક્રોધ-માન દ્વેષરૂપ છે. માયા કપટરૂપ છે. માયારૂપે પરિણત જીવ હિંસા-અસત્ય-ચોરીમાં પ્રવર્તે છે. લોભ પણ ગૃદ્ધિસ્વરૂપ છે. લોભના પરિણામવાળો માંસાદિની ગૃદ્ધિથી ઉક્ત(=પ્રસ્તુત અધ્યાયના ચોથા સૂત્રમાં પક્ષીના દષ્ટાંતથી કહેલો નિગ્રહથી કે ચોરીથી હિંસાદિમાં પ્રવર્તે છે તથા ક્રોધ-માનથી પણ પ્રેરાયેલો હિંસાદિમાં પ્રવર્તે છે એમ અત્યંત પ્રસિદ્ધ છે. મૈથુનનું પણ તે જ રાગદ્વેષ કારણ છે. રાગ-દ્વેષ કારણ હોવાથી મૈથુન પણ દુઃખરૂપ જ છે એમ નિર્ણય કરાય છે. રાગ-દ્વેષ સ્વભાવ જેનું કારણ હોય તે દુઃખસ્વરૂપ જ હોય. (આ પક્ષ છે.) કેમકે રાગ-દ્વેષસ્વરૂપ છે. (આ હેતુ છે.) હિંસા આદિની જેમ. (આ દષ્ટાંત છે.)
ચાવેતદ્ ઇત્યાદિ ગ્રંથથી આશંકા કરે છે. મૈથુન સ્પર્શસુખરૂપ છે. લોકમાં આ પ્રસિદ્ધિ છે કે સ્ત્રીઓના ઉપભોગમાં હોઠથી ચુંબન, આંખોમાં ચુંબન, શરીરે આલિંગન, પુષ્ટ સ્તનરૂપ કિનારામાં નખમુખથી નખના અગ્રભાગથી ક્ષત, યોનિસંયોગથી વીર્યસ્મલન વખતે સ્પર્શનેંદ્રિય દ્વારા થતું સુખ ઘણા પ્રાણીઓને અનુભવ પ્રમાણથી સિદ્ધ છે. આનો સ્વીકાર ન કરનારને પ્રતીતિવિરોધ અને પ્રત્યક્ષવિરોધ અવશ્ય થશે આવી આશંકા કરનારને ભાષ્યકાર કહે છે- તન્ચ ન ઇત્યાદિ. સ્પર્શસુખ દુઃખરૂપ જ છે એવો અભિપ્રાય છે. હવે કહેવાશે તે ખુજલીવાળા દષ્ટાંતના બળથી પ્રતીતિવિરોધ અને પ્રત્યક્ષવિરોધને સ્થાન રહેતું નથી.