________________
૪૭.
સૂત્ર-૫
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ તે જ દષ્ટાંતને વિચારતો બીજો કહે છે- આ સ્પર્શસુખ દુઃખરૂપ જ છે એ શાનાથી જાણવું? અન્ય યુક્તિથી જાણવું. સાધ્ય-સાધનને સંગત એવા સાધર્મદષ્ટાંતથી કે સાધ્ય-સાધનથી રહિત વ્યતિરેક દૃષ્ટાંતથી બોધ થાય છે. આથી ભાષ્યકાર કહે છે- “વ્યભિપ્રતીકારત્વી” રૂત્યાદ્રિ મૈથુનસુખ વ્યાધિપ્રતિકારતુલ્ય હોવાથી દુઃખરૂપ છે. રાજપુત્ર-ક્ષય-કુષ્ઠ વગેરે વિશેષ પ્રકારની વ્યાધિઓની પ્રતિક્રિયા(=ઉપચાર) જેના કારણે રોગ થયો હોય તેનો ત્યાગ. ઔષધનું સેવન અને પથ્યનું સેવન છે. ઉત્પન્ન થયેલો વ્યાધિ શરીર-મનને પીડા કરે છે. ઔષધાદિના ઉપયોગથી બાધાને દૂર કરી શકાય છે. કર્મના ક્ષયોપશમ-ઉદય વગેરે ક્ષેત્ર-કાળ-દ્રવ્ય-ભાવ આદિની અપેક્ષાવાળા છે તથા શાશ્વત સુખની ઉત્પત્તિ કરવા માટે સમર્થ નથી, માત્ર દુઃખનો પ્રતિબંધ કરે છે દુઃખને અટકાવે છે. મૂઢ જીવો તે અવસ્થાવિશેષને (જેમાં થોડા સમય માટે માત્ર દુઃખ અટકી ગયું છે તેવી અવસ્થાને) સુખ છે એમ માને છે. કામ વ્યાધિ છે. કેમકે પહેલા કહેલ (ખુજલી) વ્યાધિની તુલ્ય વિપાકવાળું છે. (જેમ જેમ ખુજલીનું સેવન થાયaખંજવાળવામાં આવે તેમ તેમ ખુજલી વધે તેવી રીતે જેમ જેમ કામનું સેવન થાય તેમ તેમ કામ વધે.)
હેતુનું(Guથષ્ટિવ્યથતુવાવરુત્વાર્ એ હેતુનું) વિવરણ કરવા માટે કહે છે
“સુણે ટ્યમિ' તિ ભ્રાંત જીવો મોહથી અને અજ્ઞાનતાથી દુઃખને જ સુખ છે એમ ઉપચાર કરે છે. તેથી જે અસુખ–દુઃખ છે તેમાં સુખબુદ્ધિ કરે છે. જેમકે ફોડલા પાકવાની તૈયારીમાં હોય અથવા પાકી ગયા હોય ત્યારે તીવ્ર વેદનાથી યુક્ત જીવને ફોડલાને ચીરીને રસી કાઢવાથી માત્ર વેદનાનો ઉપશમ થાય છે. તેવી રીતે પુરુષવેદાદિના ઉદયથી તીવ્ર પીડાવાળો વિવેકબળથી રહિત ગાંડા માણસની જેમ ગમે તેમ કરનારો, આર્તધ્યાનને પામેલો, સ્ત્રી આદિના સંયોગમાં અસભ્ય વિલાપ કરનારો, જાણે કે મૂચ્છના ઉપભોગને પ્રાપ્ત કર્યો હોય તેવો, અતિશય ક્લેશને પામતો અને અલ્પવીર્યનો ઉત્સર્ગ(=ત્યાગ) કરતો પુરુષ ફોડલામાંથી