________________
૩૯
સૂત્ર-૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ અને સંગ્રહણીનો દોષ(=રોગ) થાય, ગાંડપણ અને નબળાઈ થાય, મરણ પણ થાય. આમ મરણ સુધીનો શારીરિક-માનસિક ક્લેશ થાય.
તો પપપૂતત્વવ” રૂત્યાદ્ધિ લોભાભિભૂત એટલે લોભકષાયમાં આસક્તચિત્તવાળો, અર્થાત્ તૃષ્ણારૂપ પિશાચણીથી વશ કરાયેલો. લોભાભિભૂતનો ભાવ તે લોભાભિભૂતત્વ. લોભાભિભૂતત્વના (=અતિશયલોભના) કારણે આ કર્તવ્ય છે, આ કર્તવ્ય નથી એમ વિચારતો નથી. તેમાં જે કરવા યોગ્ય છે તે કાર્ય છે. કર્તવ્ય વર્તમાનના અને ભવિષ્યના સુખ માટે જ્યાં પુરુષ પ્રવર્તે છે તે કાર્ય (કરવા યોગ્ય) છે, અર્થાત્ જેનાથી વર્તમાનમાં અને ભવિષ્યમાં સુખ મળે તે કાર્ય કરવા યોગ્ય) છે. તૃષ્ણાધતે પવિત્ર કાર્યના આચરણની અપેક્ષા રાખતો નથી.જે કરવા યોગ્ય નથી તે અકાર્ય છે. તૃષ્ણાંધ તેમાં પણ વિચાર્યા વિના પ્રવર્તે છે. અનર્થોને જોતો નથી. તેથી તે પિતાને પણ હણે છે, માતાનો પણ ઉચ્છેદ કરે છે. પુત્રને પણ મારી નાખે છે. બંધુને પણ હણવાને ઇચ્છે છે. પ્રિય પત્નીને પણ હણે છે. આ પ્રમાણે “આ અકાર્ય છે” એમ અપેક્ષા રાખતો નથી.
પ્રત્ય’ ૩ ઇત્યાદિથી પરલોકના અનર્થનું પ્રદર્શન કરાવ્યું છે. પ્રકૃષ્ટ અવસ્થાને પામેલો તૃષ્ણારૂપી કષાય કૃમિરાગ જેવો હોય છે. તૃષ્ણા કષાયના આ પરિણામવાળો આત્મા નરકાદિમાં ઉત્પન્ન થાય એમ આગમ પાઠ છે.
સુવ્યો ” ઇત્યાદિથી આ લોકના જ બાકી રહેલા અનર્થને કહે છે- આ લુબ્ધ છે, તૃષ્ણાવાળો છે, અદાતા છે, ભેગું કરવાના જ ચિત્તવાળો છે, કોઈને દુષ્કૃત પણ આપતો નથી, આ પ્રમાણે લોકમાં અક્ષિતંભન થાય છે. (લંભન=મીલન, અક્ષિતંભન=અષિમીલન) એટલે કે લોકો સામે મળે વગેરે સમયે તેની સામે માત્ર ચક્ષુમીલન ( જોયું ન જોયું) કરે છે, પણ વાત કરતો નથી. તથા તે લોકમાં નિંદાય ૧, શ્રી સિદ્ધસેનગણિકત ટીકામાં નમૂનં ના સ્થાને નqન પાઠ છે. ક્ષત્તવન કે તમને
એ બંને શબ્દોનો અર્થ શબ્દકોશમાં મારા જોવામાં આવ્યો નથી. પ્રકરણના અનુસાર અર્થ લખ્યો છે. ---