________________
૩૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૪
જાય છે. થાકેલો વૃક્ષની ટોચ ઉપર જાય છે. આ રીતે આશ્રયની પ્રાપ્તિ થયા પછી તુરત જ બીજા પક્ષીઓ તેના ઉપર આક્રમણ કરીને બળાત્કારથી માંસપેશી લઇ લે છે. કંઠે આવી ગયેલા પ્રાણવાળો અને શ્વાસોચ્છ્વાસ લેતો તે કષ્ટથી પક્ષીઓથી મુકાય છે.
પરિગ્રહધારી ચોર આદિથી ગમ્ય=પરાભવ પામવા યોગ્ય થાય છે. આદિ શબ્દથી રાજા અને ભાગીદાર વગેરેનું ગ્રહણ કરવું. ચોરો વગેરે પરાભવ કરીને ચોરી (આદિ)થી બળાત્કારે (ધનનું) અપહરણ કરે છે.
અર્જન એટલે મેળવવું. રક્ષણ એટલે મેળવેલાનું પાલન કરવું. ક્ષય એટલે નાશ. પરિગ્રહધારી અર્જન આદિથી કરેલા દોષોને પામે છે. અર્જુન ન્યાયયુક્ત અને અન્યાયયુક્ત એમ બે પ્રકારનું છે.વેપાર, વેતન લઇને બીજાનું કામ કરવું, ખેતી વગેરે ઉપાય ન્યાયયુક્ત છે. તે અતિશય ક્લેશવાળું છે. ચોરી આદિ ઉપાયોથી સાધી શકાય તેવું અર્જન અન્યાયયુક્ત છે. તેમાં પણ વધ-બંધ-મૃત્યુ વગેરે દોષો છે. રક્ષણ કરવામાં રાજા, બળી જવું, ચોર, ભાગીદાર, ચોરનાર વગેરેથી ચિત્ત રાત-દિવસ અત્યંત ત્રસ્ત રહે છે. આથી રક્ષણ પણ અત્યંત ક્લેશવાળું છે. ઉપભોગથી અને પાપોદયથી ધનનો ક્ષય પણ થાય. તેમાં ઉપભોગકાળને આશ્રયીને આ કહે છે—
અગ્નિમાં નખાતા કાઠોથી જેનો વાલાસમૂહ વધેલો છે એવો અગ્નિ કાષ્ઠોથી તૃપ્ત(શાંત) થતો નથી, બલ્કે વધે છે. તેમ પરિગ્રહધારીને ઉપભોગ કરવા છતાં તૃપ્તિ અસંભવિત છે. અતિશય ધનસમૂહ હોવા છતાં પ્રતિક્ષણ નવા નવા ધનની પ્રાપ્તિની ઇચ્છા સતત વધતી રહે છે. ઇચ્છાની અનિવૃત્તિમાં તૃપ્તિ ન થાય. અતૃપ્તને લેશ પણ સુખનો યોગ પ્રાપ્ત થતો નથી.
પાપોદયથી પણ વૈભવનો ક્ષય થાય છે. આ વિષયને દક્ષિણોત્તર મથુરામાં રહેનારા બે વણિકોને ધનની પ્રાપ્તિ થઇ અને વિનાશ થયો એ દૃષ્ટાંતથી વિચારવો. ધનનો નાશ થતા હ્રદય બંધ થઇ જાય. અતિસાર