________________
સૂત્ર-૩
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૨૫
આ પ્રમાણે આત્મામાં સંસ્કારને ધારણ કરતો સાધુ અસ્તેયવ્રતનું અતિક્રમણ કરતો નથી.
અબ્રહ્મ સેવનની નિવૃત્તિ એ બ્રહ્મચર્ય છે. બ્રહ્મચર્યની પણ પાંચ ભાવનાઓ છે. તે આ પ્રમાણે
સ્ત્રી-પશુ-પંડક સંસક્તશયનાસનવર્જન–સ્ત્રીઓ રૂઢિથીદેવ-મનુષ્યના ભેદથી બે પ્રકારની છે. પશુ શબ્દના ગ્રહણથી તિર્યંચજાતિનું ગ્રહણ કર્યું છે. તિર્યચોમાં ઘોડી-ગધેડી-ગાય-ભેંસ-બકરી-ઘેટી વગેરેમાં મૈથુન સંભવે છે. આ સચિત્ત સ્ત્રીઓ છે. અચિત્ત સ્ત્રીઓ કાષ્ઠાદિમાં કરેલી કોતરણી, લેપથી બનાવેલ ચિત્રકર્માદિમાં અનેક પ્રકારની છે. પંડકો ત્રીજા વેદના ઉદયવાળા, મહામોહકર્મના ઉદયવાળા, સ્ત્રીમુખના સેવનમાં અભિરત અને નપુંસક એવા નામથી પ્રસિદ્ધ હોય છે. સંસક્ત એટલે આકુળ. જ્યાં સુવાય અને બેસાય તે શયનાસન. ઉપાશ્રય, સંથારો અને આસન વગેરે શયનાસન. સ્ત્રી-પશુ-પંડકોથી સંસક્ત શયનાસન ઘણા અનર્થનું કારણ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે એમ આત્માને ભાવિત કરે.
રાગસંયુક્તસ્ત્રીકથાવર્જન- રાગસંયુક્તની સ્ત્રીકથા કે રાગસંયુક્ત એવી સ્ત્રીકથા તે રાગસંયુક્તસ્ત્રીકથા. રાગના અનુબંધવાળી દેશ-જાતિકુલ-વસ્ત્ર-ભાષા-ગતિ-વિલાસ-ઇંગિત-હાસ્ય-લીલા-કટાક્ષ-પ્રણયકલહશૃંગારરસથી મિશ્રિત સ્ત્રીકથા ઝંઝાવાતની જેમ ચિત્તરૂપ સમુદ્રના વિક્ષોભને કરે છે, અર્થાત્ જેમ ઝંઝાવાતથી સમુદ્ર ક્ષુબ્ધ બને છે તેમ રાગસંયુક્તસ્ત્રીકથાથી ચિત્ત ક્ષુબ્ધ બને છે. તેથી રાગસંયુક્તસ્ત્રીકથાનું વર્જન શ્રેયસ્કર છે એમ આત્માને ભાવિત કરે.
સ્ત્રીમનોહરઈદ્રિયાવલોકનવર્જન-(મોહાધીન જીવ) સ્ત્રીઓની મનોહર, માન-ઉન્માન-લક્ષણથી યુક્ત દર્શનીય સુંદર ઇંદ્રિયોને અપૂર્વ વિસ્મયરસથી પૂર્ણપણે પહોળી આંખોથી જુએ છે. એનું વિકસિત કમળપત્રના જેવું વિશાળ, કાંતિવાળું અને કાનના મૂળ સુધી રહેલું કટાક્ષરહિત પણ જોવાયેલું નેત્રયુગલ કામરૂપ અગ્નિને પ્રદીપ્ત કરે છે. તો