________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૩ પછી કટાક્ષથી વિકસિત થયેલા નેત્રયુગલની તો શું વાત કરવી. નેત્રયુગલની જેમ યથાસ્થાને રહેલ કાન, નાક, મુખ, સ્તન, ભરાવદાર નિતંબસ્થળ (કુલા) વગેરે અવયવો પણ કહેવા, અર્થાત્ જેમ નેત્રયુગલને જોવાથી કામ પ્રદીપ્ત થાય છે તેમ કાન વગેરે અવયવોને જોવાથી પણ કામ પ્રદીપ્ત થાય છે. કારણ કે સ્તનકળશાદિની સ્થાપના સ્પર્શનેંદ્રિયનો ભેદ છે. આ પ્રમાણે ઇંદ્રિયોના અવલોકનથી અટકવું શ્રેયસ્કર છે એમ આત્માને ભાવિત કરે.
પૂર્વરતાનુસ્મરણવર્જન- પ્રવ્રયાપર્યાયથી પૂર્વનો જે ગૃહસ્થપર્યાય તેમાં સ્ત્રીઓની સાથે જે વિલાસ કર્યો હોય તેના સ્મરણથી કામાગ્નિ પૂર્વરતસ્મરણ રૂપ કાષ્ઠના સંબંધથી સળગે છે. આથી પૂર્વરતાનુસ્મરણ વર્જવું શ્રેયસ્કર છે એમ આત્માને ભાવિત કરે.
પ્રણીતરસભોજનવર્જન– સ્નિગ્ધ-મધુરાદિ રસવાળો અને કામોદ્દીપક આહાર પ્રણીતરસ છે. જેમ કે દૂધ, દહીં, માખણ, ઘી, ગોળ, તેલ, માંસ, મધ, મદ્ય, માલપૂઆ વગેરે. તેના ભોજનથી મેદ, મજ્જા. (ચરબી), વીયદિની પુષ્ટિ થાય. તેનાથી મોહનો ઉદ્ભવ થાય. આથી બ્રહ્મચર્યને ઇચ્છતા જીવે પ્રણીત આહાર ભોજનનો ત્યાગ કરવો જોઈએ એમ આત્માને ભાવિત કરે.
અકિંચન- કિંચન બાહ્ય-અત્યંતર પરિગ્રહ. જેને કિંચન વિદ્યમાન નથી તે અકિંચન. અકિંચનનો ભાવ તે આકિંચન્ય. આકિંચન્ય એટલે પરિગ્રહનો અભાવ. આકિંચ ની પાંચ ભાવનાઓ છે. તેને કહેવાની ઇચ્છાથી ભાષ્યકાર આ કહે છે- “પશ્ચીનામું રૂત્યઃિ મનોજ્ઞ=ઈષ્ટ (રાગહેતુ) સ્પર્શ-રસ-ગંધ-વર્ણ-શબ્દ એ પાંચ વિષયોની પ્રાપ્તિ થતા ગૃદ્ધિનો (રાગના પરિણામનો) ત્યાગ કરવો એ શ્રેયસ્કર છે. અમનોજ્ઞ= અપ્રીતિનું કારણ બને તેવા પાંચ વિષયોની પ્રાપ્તિ થતા ક્રોધ-માનના પરિણામરૂપ દ્વેષનો ત્યાગ કરવો. રાગ-દ્વેષના ત્યાગથી ભાવિત કરાતી આ પાંચ ભાવનાઓ પ્રતિક્ષણ આકિંચન્યની વૃદ્ધિ કરે છે. પરમાર્થથી મમત્વ પરિગ્રહ છે. તેના નાશથી પરિગ્રહનો અભાવ થાય છે. (૭-૩)