________________
૨૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૩ ચોતરફ આટલું જ (ક્ષેત્ર અમે વાપરીશું) એમ પરિમાણનું અવધારણ કરવું. અવધારણ કરેલા સ્થાનની અંદર કાયોત્સર્ગ આદિની ક્રિયાને કરતો સાધુ વસતિદાતાને અડચણ કરનારો થતો નથી. યાચનાકાળે જ અવધારણ ન કરવામાં વસતિદાતાના ચિત્તમાં વિપરિણામ પણ થાય. પોતાને પણ અદત્તના પરિભોગથી થયેલ કર્મબંધ થાય.
સમાનધાર્મિકાવગ્રહયાચન- ધર્મને આચરે સેવે તે ધાર્મિક. જેમણે એક જ શાસનને સ્વીકાર્યું છે, અર્થાત્ જેઓ સમ્યક્ત્વાદિ મુક્તિસાધનોથી યુક્ત છે તે સાધુઓ સમાનધાર્મિક છે. જેમણે પૂર્વે ક્ષેત્રને ગ્રહણ કર્યું છે તે સમાનધાર્મિકો પાસેથી અવગ્રહની યાચના કરવી જોઇએ. તેમની અનુજ્ઞાથી જ ત્યાં બેસવું જોઈએ અન્યથા ચોરી ગણાય. તેમની અનુજ્ઞા મળે છતે સઘળા ઉપાશ્રય વગેરેને ગ્રહણ કરે. આ પ્રમાણે આત્માને ભાવિત કરે.
અનુજ્ઞાપિતપાનભોજન– (ગુરુની) અનુજ્ઞાથી સ્વીકારેલું પાનભોજન કરે. સૂત્રોક્તવિધિથી પોતાના માટે ન પકાવાતું હોય, (અથવા વર્તમાનમાં પકાવાતું ન હોય કિંતુ પૂર્વે પકાવાઈ ગયું હોય) પરિવ્રાજક વગેરે પાખંડીની વચ્ચે પ્રવેશ કર્યા વિના, શારીરિક અંગોનો વિકાર કર્યા વિના, પિડેષણામાં ઉપયોગ રાખીને અકૃત-અકારિત-અનનુમત, કલ્પનીય અને દાતા વડે અપાયેલ આહાર-પાણી લાવીને ગુરુને જણાવીને, આહારની આલોચના કરીને, ગુરુથી રજા અપાયેલ સાધુ માંડલીમાં કે એકલો ભોજન કરે.
અહીં બોગન શબ્દમાં રહેલ મુન્ ધાતુના પાલન અને અભ્યવહાર એ બંને અર્થો છે. (પાલન એટલે પોષણ કરવું. એથી મોનન એટલે પોષણ. શરીરનું પોષણ અનુજ્ઞાપિત હોવું જોઈએ તેથી) ઔધિક કે ઔપગ્રહિક એવા ભેદવાળું અને ધર્મસાધન એવું જે કંઈ ઉપકરણનો પરિભોગ કરવાનો હોય તે બધાનો વંદનપૂર્વક ગુરુની રજા લઈને, અર્થાત્ વંદન કરીને ગુરુને પૂછયું હોય અને ગુરુએ રજા આપી હોય તો ગુરુએ કહેલ વિધિથી પરિભોગ કરવો જોઈએ.