________________
સૂત્ર-૨
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૧ વિષય મહાન હોવાથી મહાવ્રત છે. આ મહાવ્રતો પાંચ છે, સમ્યક્ત્વથી યુક્ત હોય છે તથા મૂલગુણ કહેવાય છે.
પૂર્વપક્ષ- જેવી રીતે મૃષાવાદાદિ નિવૃત્તિ અહિંસા વ્રતના પાલન માટે હોવાથી મૂલગુણ છે, એ રીતે રાત્રિભોજન વિરતિ પણ મૂલગુણ થાય.
ઉત્તરપક્ષ- “અહિંસા વ્રતના પાલન માટે હોવાથી” એવો હેતુ સમિતિઓથી અનેકાંત છે, અર્થાત્ એ હેતુ અનેકાંત નામના હેત્વાભાસ દોષથી યુક્ત છે. કેમ કે સમિતિઓ અહિંસાવ્રતના પાલન માટે છે, પણ મૂલગુણ નથી. વળી- રાત્રિભોજનવિરતિ મહાવ્રતધારીને જ મૂલગુણ છે. કેમ કે રાત્રિભોજનવિરતિથી રહિતના મૂલગુણો જ અપરિપૂર્ણ બને. આથી મૂલગુણોના ગ્રહણમાં રાત્રિભોજનવિરતિનું ગ્રહણ અથપત્તિથી સિદ્ધ થાય છે. રાત્રિભોજનવિરતિ જેવી રીતે સર્વવ્રતોમાં ઉપકારી છે તેવી રીતે ઉપવાસ વગેરે ઉપકારી નથી. આથી મહાવ્રતધારીને રાત્રિભોજનવિરતિ મૂલગુણ છે, શેષ ઉત્તરગુણ છે. અણુવ્રતધારીને તો રાત્રિભોજનવિરતિ આહારાદિનો ત્યાગ થતો હોવાથી ઉત્તરગુણ છે, અથવા ઉપવાસાદિની જેમ તપ જ છે. આ પ્રમાણે પ્રસિદ્ધ છે.
પ્રશ્ન- રાત્રિભોજનમાં શો દોષ છે? કોઈ એમ માને કે ઉદ્દગમાદિ દોષથી રહિત અને દિવસે ગ્રહણ કરેલા આહારને રાત્રે ખાવાથી દોષ નથી.
ઉત્તર– એમ માનવું યોગ્ય નથી. કેમકે કાલાતિક્રાંત આહારના ભક્ષણનો નિષેધ છે તથા ગ્રહણ કરેલા આહારને સ્થાનમાં લાવીને આલોચના કર્યા પછી ક્ષણવાર વિશ્રામ કર્યા પછી તુરત જ ભોજન કરવાની અનુજ્ઞા છે. તો પછી કાલાતિક્રાંત આદિ દોષ ન લાગે એ માટે રાતે જ ફરીને આહાર લાવીને ભોજન કરે એવા વાદીના પક્ષને લક્ષમાં રાખીને કહે છે-) રાતે ફરવામાં ઈર્યાપથની વિશુદ્ધિ ન સંભવે, આપનારનું ગમનાગમન ભીના હાથ, ભીનું ભાજન વગેરે ન જોઈ
१. प्रहरत्रयमध्ये एव उपभोक्तव्यं, प्रहरत्रिकादप्यूर्ध्वं पुनःकालातिकान्तदोषसंभवेन उपभोगानर्हत्वात्
ન થાય... - પ્રવ.સા.ગા.૮૮૧ ટીકા /