________________
સૂત્ર-૩૪
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૨૫૧
ક્રમ— પહેલાં રાબડી આપવી વગેરે ક્રમથી આપવું અથવા જે દેશમાં આ સિવાય બીજો જે ક્રમ પ્રસિદ્ધ હોય તે ક્રમ છે. વસ્ત્રાદિમાં રત્નાધિકનો ક્રમ છે અથવા ઉત્તમ-મધ્યમ-જઘન્યપાત્રનો ક્રમ છે.
કલ્પનીયપણું– ઉગમાદિ દોષોની વિશુદ્ધિ અને આગમવિહિત ભક્ષ્ય-અભક્ષ્ય, પેય-અપેય, ગ્રાહ્યતા-અગ્રાહ્યતા એ કલ્પનીયપણું છે, અર્થાત્ જે ઉદ્ગમાદિ દોષોથી વિશુદ્ધ હોય તથા ભક્ષ્ય-પેય-ગ્રાહ્ય હોય તે કલ્પનીય છે.
આદિ શબ્દનું ગ્રહણ કર્યું હોવાથી આદિ શબ્દથી આ જાણવું- જાતે જ પોતાના હાથે શ્રદ્ધા-સંવેગ-આનંદથી વિકસિત મુખ-ચક્ષુવાળા બનીને હું અતિશય અનુગ્રહ કરાયો છું એમ માનતો દાન કરે. આ પ્રમાણે આ વિધિ છે.
દ્રવ્યવિશેષ: હત્યાન્તિ દ્રવ્યવિશેષ એટલે અતિશય ઉત્કૃષ્ટ દ્રવ્ય. અન્ન શબ્દથી અશનનું ગ્રહણ કર્યું છે આદિ શબ્દથી પાન-ખાદિમસ્વાદિમ-વસ્ત્ર-પાત્ર-દંડ-ઓઘ-ઉપગ્રહના ભેદવાળી ઉપધિનું ગ્રહણ કરવું. સાર– અન્નના રસ-ગંધ આદિના નાશનો અભાવ એ સાર છે. જાતિ– કલમી ચોખા, ઘઉં વગેરે જાતિ.
ગુણો– સુગંધ, ખારો રસ, સ્નિગ્ધતા અને મધુરતા વગેરે ગુણો છે. અથવા સારી રીતે સીઝી જવું વગેરે ગુણો છે.
આ સારાદિના ઉત્કર્ષનો=ઉત્કૃષ્ટતાનો સંબંધ.
તાત્પર્યાર્થ ઉચ્ચ પ્રકારના આહારનું દાન કરવું.
એ પ્રમાણે પાણી આદિ વિષે પણ જાણવું તથા વસ્ત્ર-પાત્ર-દંડાદિના દેશાંતરમાં ઉત્પત્તિ, સ્વરૂપ, વર્ણવિશેષ, આકાર, પ્રમાણ, સ્વચ્છતા વગેરેના ભેદથી ઉપયોગ મૂકીનેબરોબર વિચારીને સાર-અસાર વગેરે કહેવા.
Pode
‘વાતૃવિશેષ:’કૃતિ દાતૃવિશેષ એટલે પરિણામથી ઉત્પન્ન કરાયેલી દાતાની વિશેષતા.