________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૩૪
ગ્રાહકમાં અસૂયાનો અભાવ– ગુણસંપન્ન ગ્રાહક હવે કહેવાશે. તેમાં અસૂયાનો, દ્વેષનો (કે ક્રોધનો) અભાવ. ગ્રાહક ઉપર ક્ષમા રાખવી. હું પુણ્યશાળી છું કે જેથી મારા ઘરે સાધુઓ પ્રવેશે છે=પધારે છે એમ વિચારીને ચિત્ત પ્રસન્ન રાખવું. પણ સાધુઓ દ૨૨ોજ માગે છે, એમનાથી અમે ખેદ પમાડાયા છીએ એમ વિચારીને તેમના ઉપર ક્રોધ (કે દ્વેષ) ન કરવો. ત્યાગમાં વિષાદનો અભાવ– અન્નાદિનું દાન કર્યા પછી મેં બહુ ઘણું મેં આપી દીધું. ઘરનું પણ પ્રયોજન વિચારવું જ જોઇએ (=ઘરના નિર્વાહનો પણ વિચાર કરવો જોઇએ) એમ વિચારીને વિષાદ ન કરવો જોઇએ.વિષાદ, વિષણતા, અશ્રદ્ધા આ શબ્દોનો એક અર્થ છે. આપીને એક આ જ વિચારવું જોઇએ કે સાધુઓના ઉપયોગમાં જે આવ્યું હોય તે જ મારું છે.
૨૫૨
અપરિભાવિતા– પરિભાવિતા એટલે અનાદર. પરિભાવિતા નહિ તે અપરિભાવિતા=આદર. દેશ-કાળ પ્રમાણે પધારેલા ગ્રાહકને વધતી શ્રદ્ધાથી પ્રાપ્ત કરાયેલા આદરથી દાન આપવું.
‘વિત્તત:’ હત્યાતિ, સાધુના દર્શન થતાં કે સાધુ માગે ત્યારે આપવા ઇચ્છનારે અત્યંત અતિશય પ્રેમથી હર્ષ પામવો જોઇએ. એ પ્રમાણે વર્તમાનમાં આપી રહેલાએ અને ભૂતકાળમાં જેણે આપી દીધું છે તેણે પણ હર્ષ પામવો જોઇએ. હવે પછી આપવાનું છે. હમણાં અપાઇ રહ્યું છે, ભૂતકાળમાં આપી દીધું છે એમ ત્રણેય કાળમાં હર્ષ પામવો જોઇએ. (ભવિષ્યકાળ અંગે હું ધન્ય છું કે જેથી મને આવો લાભ મળશે. ભૂતકાળ અંગે હું ભાગ્યશાળી છું જેથી મને આવો લાભ મળ્યો એમ વિચારીને હર્ષ પામવો જોઇએ.)
કુશલાભિસંધિતા— જ્ઞાનાવરણીયાદિ કર્મોના અંશોને જે છેદે=દૂર કરે તે કુશલ. અભિસંધિ એટલે અભિપ્રાય. કુશલ અભિસંધિ જેનો છે તે કુશલાભિસંધિ. કુશલાભિસંધિ એટલે નિર્જરાની અપેક્ષાવાળો. કુશલાભિસંધિનો ભાવ તે કુશલાભિસંધિતા.