________________
૨૫૦
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૩૪
અધિક થાય. અધિક પુણ્ય-નિર્જરાથી સ્વર્ગરૂપ ફળવિશેષ થાય કે મુક્તિ ફળની પ્રાપ્તિ થાય.
અન્ન વગેરે દ્રવ્ય છે. તેના ભેદથી, દાતાના ભેદથી અને પાત્રના ભેદથી દાનધર્મમાં ભેદ થાય. ‘તદ્ વિશેષ’ વૃત્તિ, તદ્ શબ્દથી દાનધર્મનો પરામર્શ કરવામાં આવે છે. દાન એટલે ત્યાગ. દાનથી પ્રાપ્ત કરવા યોગ્ય ધર્મ તે દાનધર્મ. તેનો ન્યૂનતા-અધિકતારૂપ વિશેષ=ભેદ થાય. દાનધર્મના ભેદથી ફળમાં ભેદ થાય. કારણ કે કારણને અનુરૂપ કાર્યની સિદ્ધિ થાય. આ પ્રમાણે સંક્ષેપથી સૂત્રના અર્થનું વ્યાખ્યાન કર્યું. હવે ભાષ્યકાર વિશેષથી વિવરણ કરે છે–
‘તંત્ર’ ફત્યાદ્રિ, તંત્ર એટલે વિધિ આદિ ચારમાં વિધિવિશેષ આ છેનામ શબ્દ વાક્યની શોભા માટે છે. ‘વૈશાલસમ્પ' કૃતિ જેમાં સ્થાવરત્રસ જીવો નથી તેવો પ્રદેશ દાતા અને ગ્રાહકની દેશસંપત્તિ છે. કાળસંપત્તિ આ પ્રમાણે છે- રાત્રે દાન ન કરવું. દિવસે પણ પોતાના માટે અશન વગેરે બની જાય ત્યારે ભોજનના ઉચિત કાળે પીરસનારી બહેનો આમતેમ ફરતી હોય, પીરસનારી બહેનોના હાથમાં કડછી, થાળી ટોપલી, પાત્રવિશેષ વગેરે ઉપકરણ હોય આમાં પૂર્વકર્મ-પશ્ચાત્કર્મનો અભાવ હોવાથી આ કાળસંપત્તિ છે.
આ પ્રમાણે વસ્ત્ર-પાત્ર આદિનું દાન પણ ઉચિતકાળે કરવું જોઇએ. શ્રદ્ધા=ગુણવાનોને દાન કરવાનો અભિલાષ. આમને આપેલું ઘણા ફળવાળું થાય.
સત્કાર–જેને આપવાનું છે તેનું હર્ષપૂર્વક અભ્યુત્થાન અને આસનપ્રદાન વગેરે કરવું તે સત્કાર છે.
૧. સંસ્કૃત શબ્દ કોષમાં પણ શબ્દ છે. તેનો વાંસની બનાવેલી ટોપલી અથવા ટોપલો અર્થ જણાવ્યો છે. પ્રાકૃત શબ્દ કોષમાં પડત શબ્દ છે. તેનો પોટલી અર્થ જણાવ્યો છે. પણ તે અર્થ અહીં બંધબેસતો નથી.