________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૧
પૂર્વપક્ષ– વ્રતનો પ્રશ્ન જ યોગ્ય છે. કેમ કે હવે વ્રતનો અવસર છે. વ્રતનો બોધ થવાથી વ્રતના સંબંધથી વ્રતી સારી રીતે જાણી શકાય જ છે એથી વ્રતી કોણ છે ? એવો પ્રશ્ન કરવાની જરૂર નથી.
ઉત્તરપક્ષ— વિશિષ્ટ સંબંધને જણાવવા માટે વ્રતીનું ગ્રહણ કર્યું છે. આગળ નિઃશયો વ્રતી(=શલ્યરહિત અને અહિંસાદિ વ્રત સહિત જે હોય તે વ્રતી કહેવાય) એમ કહેશે. પ્રાણાતિપાતવિરતિ વગેરે, માયા વગેરે શલ્યથી રહિત હોય તો ‘વ્રત’ સંજ્ઞાને પામે છે. તેવાપ્રકારના(માયાદિશલ્યરહિત) વ્રતના સંબંધથી વ્રતી એમ કહેવાય છે. ‘અન્નોન્યતે' વૃત્તિ વ્રત સ્વરૂપનો નિર્ણય કરવા માટે કહે છે—
વ્રતની વ્યાખ્યા—
૨
हिंसानृतस्तेयाब्रह्मपरिग्रहेभ्यो विरतिर्व्रतम् ॥७ - १॥ સૂત્રાર્થ—હિંસા, અમૃત(=અસત્ય), સ્ટેય(–ચોરી), અબ્રહ્મ(=મૈથુન) અને પરિગ્રહ એ પાંચ પાપોને જાણીને શ્રદ્ધાપૂર્વક મન, વચન, કાયાથી એ પાંચ પાપોથી અટકવું એ વ્રત છે. (૭-૧)
भाष्यं - हिंसाया अनृतवचनात्स्तेयादब्रह्मतः परिग्रहाच्च कायवाङ्मनोभिर्विरतिर्व्रतम् । विरतिर्नाम ज्ञात्वाऽभ्युपेत्याकरणम् । अकरणं निवृत्तिरुपरमो विरतिरित्यनर्थान्तरम् ॥७-१॥
ભાષ્યાર્થ—હિંસાથી, અમૃત(=અસત્ય) વચનથી, સ્ટેયથી(–ચોરીથી), અબ્રહ્મથી અને પરિગ્રહથી મન-વચન-કાયાથી વિરતિ એ વ્રત છે.
જાણીને, સ્વીકારીને (પ્રતિજ્ઞા કરીને) ન કરવું તે વિરતિ. અકરણ, નિવૃત્તિ, ઉપરમ, વિરતિ એ શબ્દોનો એક અર્થ છે. (૭-૧)
टीका - व्रतिस्वरूपं चेदमेव भाष्यमनूद्योपरिष्टात् प्रतिपादयिष्यति 'गृह्णीमस्तावद्व्रतान्यथ व्रती क' इत्यत्रेति, हिंसादयः कृतद्वन्द्वा: पञ्चम्यन्ताः, पञ्चमी च जुगुप्साविरामप्रमादार्थानामुपसङ्ख्यानादपादानलक्षणा, तां च प्रत्येकं हिंसादय इत्यादिना भाष्येण दर्शयति, हिंसादयश्च वक्ष्यमाणाः, तत्र कषायादिप्रमादपरिणतस्यात्मनः कर्तुः कायादि