________________
સૂત્ર-૧૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય
૧૯૭ પરિચય અર્થમાં પ્રસિદ્ધ છે. એક પણ શબ્દ નો શબ્દની જેમ પ્રયોગ કરનારના કારણે ભિન્ન અર્થવાળો જણાય છે.
હવે સંસ્તવ શબ્દના પરિચય જ અર્થને સોપથમેં ઇત્યાદિથી સ્પષ્ટ કરે છે- ઉપધા એટલે માયા. ઉપધાથી સહિત તે સોપધ. નિરુપધ એટલે નિષ્કપટ-માયાથી રહિત. પરિચય થયે છતે લક્ષણથી(=ગુણોથી) રહિત અન્યને તેની સમક્ષ જ ગુણવાળો કહે, અર્થાત્ માયાથી બીજાઓને જેવા ન હોય તેવા કહે. પરમાર્થને જાણતો હોવા છતાં તેમની વચ્ચે વસવા રૂપ પરિચય દોષથી તેનું ઘર અને તેના અન્નપાણીના આધારે જીવનાર તે દાક્ષિણ્યતાથી તમે દયાળુ છો, નિર્મળ બોધવાળા છો અથવા તમારામાં ઉત્તમ શીલસંપત્તિ છે એમ ગુણ કથન પ્રસંગે કરે. પણ પરિચયથી દોષોની ઉત્પત્તિ થાય. તથા તેનાથી અન્ય બીજાઓ સાંભળે તો તેના દર્શનમાં કોઈને ક્યારેક ઉન્માર્ગનો સ્વીકાર થાય એ અનર્થ થાય અથવા તેના વર્ગની મિથ્યાદર્શનમાં દઢતા થાય એ અનર્થ થાય તથા પરિચયના કારણે થયેલી પ્રીતિથી ક્યારેક માયા વિના જ સત્યગુણોનું કથન કરે. તેથી પૂર્વે કહેલા તે જ દોષો આવી પડે છે. આથી પરિચયરૂપ સંવાસથી જ્ઞાન-ક્રિયાનો નાશ થાય. માટે દૂરથી જ સંસ્તવનો ત્યાગ કરવો જોઇએ.
આ પ્રમાણે શંકાદિ સર્વશલ્યથી રહિત સમ્યક્ત્વ શેષગુણોનો આધાર થાય છે. અશુદ્ધસમ્યકત્વ ગુણોને સ્વીકારતું નથી અને ગુણોનો વિનાશ કરે છે. (૭-૧૮)
टीकावतरणिका-एवं तावदविशेषेण सम्यग्दृष्टेरतिचारा व्याख्याताः, सम्प्रत्यगारिण एव प्रतिव्रतमतिचारान् विवक्षुराह
ટીકાવતરણિતાર્થ આ પ્રમાણે અગારી-અણગારના ભેદ વિના સમ્યગ્દષ્ટિના અતિચારોનું વ્યાખ્યાન કર્યું. હવે અગારીના જ દરેક વ્રતના અતિચારોને કહેવાની ઇચ્છાવાળા સૂત્રકાર કહે છે– ૧. તન્નધ્યને એ સ્થળે સનસ્થ મધ્યે મધ્યર્શને એમ સમજવું. રાતતિપુ (સિદ્ધહેમ ૩૧-૧૪૯) એ સૂત્રથી મધ્યશબ્દનો પ્રથમ નિપાત થયો છે.