________________
૧૯૬
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સંસ્તવ આ બે અતિચાર સમ્યક્ત્વની મલિનતાના અથવા સમ્યક્ત્વથી ભ્રષ્ટ થવાના કારણ છે.
પ્રશંસા-સંસ્તવનો અર્થ સમાન(=એક) છે એવી પ્રસિદ્ધિ હોવાના કારણે જેને સંદેહ થયો છે એવો કોઈ અહીં કહે(=પૂછે) છે કે પ્રશંસા અને સંસ્તવમાં શો ભેદ છે? એ એમ માને છે કે શંર્ ધાતુ સ્તુતિ અર્થમાં છે. તુ ધાતુ સ્તુતિ અર્થમાં છે. સંસ્તવ સમ્યફ સ્તુતિ જ છે. આમ સમાન હોવાથી પ્રશ્ન કરે છે કે શો ભેદ છે? અહીં (ઉત્તર) કહેવાય છે.
પ્રશંસા– “જ્ઞાન” રૂત્યાદ્રિ. જ્ઞાન એટલે આગમ. ક્રિયાવાદી વગેરેની પ્રશંસા કરે કે તમારું) આગમ નિર્દોષ છે, શ્રેષ્ઠ છે, અન્ય પ્રમાણોની સાથે સંવાદવાળું છે, બીજાઓથી પરાભૂત ન કરી શકાય તેવું છે. આ પ્રમાણે તેમની સમક્ષ જ કે પરોક્ષ પ્રકાશન કરે.
માવત: તિ, તેનાથી ખેંચાયેલ ભક્તિમાં આસક્ત અને તેમના ગુણોથી નમ્ર કરાયેલ એવા ચિત્તથી પ્રશંસા કરવી તે ભાવથી પ્રશંસા છે.
દર્શન એટલે તેમની જ પોતાના આગમમાં કહેલા પદાર્થોની શ્રદ્ધા. સમક્ષ કે પરોક્ષ તેની(=દર્શનની) પ્રશંસા કરવી. જેમકે એમનું સમ્યગ્દર્શન શ્રેષ્ઠ છે, સન્માર્ગને અનુકૂળ છે એમ પ્રકાશન કરવું.
દાક્ષિણ્ય, સત્સંગનો પ્રેમ, (સામે મળતા માણસને) પહેલાં બોલાવવો અને નિપુણતા વગેરે ગુણો તેમનામાં અધિક જોવામાં આવે છે એમ ભાવથી પ્રકાશન કરવું એ પ્રશંસા છે અથવા તેમના જ્ઞાન-દર્શનરૂપ ગુણોનું પ્રત્યક્ષ કે પરોક્ષ ભાવથી પ્રકાશન કરવું એ પ્રશંસા છે.
સંસ્તવ- “સંતવસ્તુ ત્યવિ, તુ શબ્દ સંસ્તવને વિશેષ કરે છે, અર્થાત્ સંસ્તવ પ્રશંસાથી ભિન્ન છે એમ બતાવે છે. સંવાસથી ઉત્પન્ન કરાયેલ સંવતન-ભોજન-આલાપ આદિ રૂપ પરિચય સંસ્તવ છે, સંસ્તવ સ્તુતિરૂપ નથી. કારણ કે સ્તુતિ પ્રશંસાની સમાન છે. અહીં તેના પરિચયની પ્રધાનતા છે. સ્તુતિ તો પ્રસંગે થાય. તેઓની મધ્યમાં રહેનારને પરિચય થાય. લોકમાં સંપૂર્વક તુ ધાતુ સંસ્તુતેષુ પ્રસાં પપુ ઈત્યાદિ સ્થળે