________________
સૂત્ર-૧૮
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૯૫
કહેવા. ઉત્પત્તિ પણ સત્ની, અસત્ની, સદસત્ની કે અવાચ્યની થાય છે એને કોણ જાણે છે ? અર્થાત્ કોઇ નથી જાણતું.
(૪) વૈયિક— વૈયિાનાં શ્વ' રૂતિ જે વિનયથી વ્યવહાર કરે છે અથવા વિનય જેમનું પ્રયોજન છે તે વૈનયિકો તેમના વેષ, આચાર અને શાસ્ત્રો નિશ્ચિત હોતા નથી. તેઓ વિનયનો સ્વીકાર કરે છે. વિનયની પ્રધાનતાવાળા વૈનયિકો આ આઠ સ્થાનોમાં, કાયાથી, વચનથી, મનથી અને દાનથી પૂજા કરે છે. આ ચાર પ્રકારોથી દેવતા, રાજા, સાધુ, જ્ઞાતિ, વૃદ્ધ, અધમ, માતા અને પિતા એ આઠ સ્થાનોમાં પૂજા કરે છે. આ પ્રમાણે આઠને ચારથી ગુણવાથી ૩૨ વિકલ્પો થાય. આ પ્રમાણે અભિગૃહીત મિથ્યાર્દષ્ટિઓના બધા મળીને ૩૬૩ ભેદો થાય.
અનભિગૃહીત મિથ્યાત્વીઓ માને છે કે ભોગસુખમાં તત્પર બનેલાઓને મોક્ષસુખની જરૂર નથી. આ જ પૂર્ણ છે કે અતિશય ઐશ્વર્યવાળા કુટુંબાદિમાં આરોગ્ય આદિથી યુક્ત જન્મ થાય તે જીવો સાધુઓમાં સમાનતા કે ઉદાસીનતા ભાવે છે=રાખે છે.
આ સંબંધથી કહે છે- જેમનું લક્ષણ પૂર્વે કહ્યું છે તે ક્રિયાવાદી, અક્રિયાવાદી, અજ્ઞાનિક અને વૈનયિકોની પ્રશંસા અને સ્તુતિ (=અભિષ્ટવ) કરવી એ સમ્યગ્દષ્ટિના અતિચાર છે.
પ્રશંસા— આ પુણ્યશાળી છે, એમનો જન્મ સફળ છે, તેઓ સારા માર્ગમાં રહેલા છે, સુમાર્ગને જોવામાં નિપુણ છે, ઇત્યાદિ પ્રશંસા કરવી.
સંસ્તવ– સંસ્તવ એટલે તેમની(=અન્યદૃષ્ટિઓની) સાથે એક સ્થળે રહેવાથી પરસ્પર આલાપ આદિથી કરાયેલો પરિચય. એક સ્થળે રહેવાથી તેમની પ્રક્રિયા સાંભળવાથી અને તેમની પ્રક્રિયા જોવાથી જેની મતિ ચલિત ન કરી શકાય તેવાનો પણ દૃષ્ટિભેદ સંભળાય છે તો પછી જેની મતિ ચલિત કરી શકાય તેવા માટે શું કહેવું ? આથી જ ભગવાને સમ્યગ્દષ્ટિને ઉત્સર્ગથી પાસસ્થાદિ અને યથાછંદોની સાથે પણ એક સ્થળે એક રાત પણ રહેવાનો નિષેધ કર્યો છે. તેથી મિથ્યાદષ્ટિની પ્રશંસા અને