________________
૧૯૪
શ્રી તત્ત્વાથધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૧૮ નથી ઇત્યાદિ સ્વીકારે છે=માને છે. વિદ્યમાન કોઈ પદાર્થની ક્રિયા નથી. “પદાર્થોની જે ઉત્પત્તિ તે જ ક્રિયા કહેવાય છે અને તે જ કારણ કહેવાય છે.” તેમના ૮૪ ભેદો છે. તેમના પુણ્ય-પાપ સિવાય સાત પદાર્થો સ્થાપવા તેમ જ જીવની નીચે સ્વથી અને પરથી એ બે ભેદો મૂકવા. આત્મા ન હોવાથી નિત્ય-અનિત્ય એ બે ભેદો નથી. કાળ વગેરે પાંચ પછી છઠ્ઠી યદચ્છા મૂકવી. પછી વિકલ્પોનો અભિશાપ આ પ્રમાણે થાય. જીવ સ્વથી અને કાળથી નથી એ પ્રમાણે એક વિકલ્પ છે. એ પ્રમાણે યદચ્છા સુધીના ઇશ્વર વગેરે પદોથી વિકલ્પો કરવા. બધા છ વિકલ્પો થાય. તથા જીવ પરથી અને કાળથી નથી એ પ્રમાણે છ વિકલ્પો થાય. બધા મળીને બાર વિકલ્પો થયા. એ પ્રમાણે અજીવ વગેરે છ પદોમાં દરેક પદના બાર જ વિકલ્પો થાય. બાર ને સાતથી ગુણવાથી ૮૪ વિકલ્પો નાસ્તિકોના થાય.
(૩) અજ્ઞાનિક- “અજ્ઞાનિના રૂતિ મિથ્યાજ્ઞાન તે અજ્ઞાન. તે જેમને છે તે અજ્ઞાનિકો અથવા અજ્ઞાનથી વ્યવહાર કરે છે કે અજ્ઞાનના પ્રયોજનવાળા છે તે અજ્ઞાનિક. અજ્ઞાનિકો વિચાર્યા વિના (અજ્ઞાનથી) કરેલો કર્મબંધ નિષ્ફળ જાય ઇત્યાદિને માનનારા છે. તેમના ૬૭ ભેદો છે. તેમાં જીવાદિ નવ પદાર્થોને પૂર્વની જેમ ગોઠવીને અંતે “ઉત્પત્તિ મૂકીને જીવાદિ પ્રત્યેકની નીચે સત્, અસત્ વગેરે સાત પદો સ્થાપવા. સત્ વગેરે સાત પદો આ પ્રમાણે છે- સત્ત્વ, અસત્ત્વ, સદસત્ત્વ, અવાચ્યત્વ, સદવાચ્યત્વ, અસદવાચ્યત્વ, સદસદવાચ્યત્વ. જીવાદિ એક એકના સાત વિકલ્પો છે. નવને સાતથી ગુણવાથી ૬૩ થાય. ઉત્પત્તિના પહેલા ચાર જ ભેદો છે. તે આ પ્રમાણે- સત્ત્વ, અસત્ત્વ, સદસત્ત્વ અને અવાચ્યત્વ. ૬૩માં ચાર નાખતા ૬૭ થાય. જીવ સત્ છે એમ કોણ જાણે છે? એ એક વિકલ્પ છે. એ પ્રમાણે અસતુ આદિ વિકલ્પો ૧. અતોડને સ્વરાંત (સિદ્ધહેમ ૭-૨-૬) સૂત્રથી મત્વર્ગીય રૂ પ્રત્યય છે. ૨. પ્રયોગન” (સિદ્ધહેમ ૬-૪-૧૧૭) સૂત્રથી પ્રયોજન અર્થમાં અથવા ઘરતિ (સિદ્ધહેમ ૬-૪
૧૧) સૂત્રથી રતિ અર્થમાં રૂનું પ્રત્યય છે.