________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
જીવ-અજીવ-આસ્રવ-બંધ-સંવર-નિર્જરા-પુણ્ય-પાપ-મોક્ષ
સૂત્ર-૧૮
નિત્ય
I
(૧) કાળ (૨) ઇશ્વર
સ્વથી
(૩) આત્મા
(૪) નિયતિ
(૫) સ્વભાવ
અનિત્ય
T
(૧) કાળ
(૨) ઇશ્વર
(૩) આત્મા
(૪) નિયંતિ
(૫) સ્વભાવ
પરથી
નિત્ય
(૧) કાળ
(૨) ઇશ્વર
(૩) આત્મા
(૪) નિયતિ
(૫) સ્વભાવ
૧૯૩
અનિત્ય
T
(૧) કાળ
(૨) ઇશ્વર
(૩) આત્મા
(૪) નિયતિ
(૫) સ્વભાવ
(જીવ વગેરે નવ તત્ત્વો x સ્વ અને પર=૧૮ ભેદો. તેના નિત્ય અને અનિત્ય બે ભેદ=૩૬. તેના કાળ વગેરે પાંચ ભેદો=૧૮૦ ભેદો કુલ થયા.)
પછી વિકલ્પોને ઉત્પન્ન કરે છે- જીવ સ્વથી નિત્ય છે કાળથી એમ એક વિકલ્પ છે. વિકલ્પનો અર્થ આ છે- કાળવાદીઓના મતે આ આત્મા ચેતનરૂપે વિદ્યમાન છે. કહેલા જ અભિલાપથી ઇશ્વરને કારણ માનનારનો વિકલ્પ કહેવો. ત્રીજો વિકલ્પ- આ જે કંઇ છે તે પુરુષ જ છે ઇત્યાદિ આત્મવાદીનો વિકલ્પ કહેવો. ચોથો વિકલ્પ નિયતિવાદીનો કહેવો. પાંચમો વિકલ્પ સ્વભાવવાદીનો કહેવો. આ પ્રમાણે ‘સ્વથી’ પાંચ વિકલ્પો પ્રાપ્ત થયા. ‘પરથી’ પણ પાંચ વિકલ્પો પ્રાપ્ત થાય છે. ‘નિત્યત્વ’ સહિત આ દશ વિકલ્પો થયા. એ પ્રમાણે ‘અનિત્યત્વ’થી પણ દશ વિકલ્પો થાય. બધા મળીને વીસ વિકલ્પો જીવપદાર્થથી પ્રાપ્ત થયા. અજીવાદિ આઠમાં પણ એ પ્રમાણે જ દરેક પદમાં વીસ વિકલ્પો થાય. આથી વીસને નવથી ગુણવાથી ૧૮૦ ભેદો ક્રિયાવાદીઓના છે.
(૨) અક્રિયાવાદી– અક્રિયાવાદીઓના સ્વરૂપનું કથન નામથી જ(=અત્યંત સંક્ષેપમાં જ) કરવામાં આવે છે. અક્રિયાવાદીઓ આત્મા ૧. કાળવાદીના મતે આ સંપૂર્ણ જગત કાળકૃત છે.