________________
૧૬૯
સૂત્ર-૧૬
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭, પ્રવિચાર એટલે ગમનાદિની ક્રિયા. પ્રવિચાર માટે એટલે ગૃહસ્થની જેટલા પ્રદેશમાં ગમનાદિની ક્રિયા છે તેટલા પ્રદેશમાં જ ગમનાદિ માટે પરિમાણનો અભિગ્રહ છે, અર્થાત પ્રવિચારનું નિયમન કરવા માટે પરિમાણનો અભિગ્રહ છે. તેથી તેના પછી પ્રવિચારથી થયેલ સૂક્ષ્મસ્કૂલ-જીવસમૂહની હિંસાનો ત્યાગ કરેલો થાય છે એમ તતઃ પરંતશ્ચ ઇત્યાદિથી બતાવે છે. આ ભાષ્યના અર્થનું વ્યાખ્યાન પૂર્વે કર્યું છે.
- અનર્થદંડ. ‘નર્થsો નામ' ફત્યાદ્રિ અર્થ એટલે પ્રયોજન. ગૃહસ્થનો ક્ષેત્રવાસ્તુ-ધન-શરીર-પરિજન આદિ માટે થતો આરંભ=જીવહિંસા એ અર્થદંડ છે. દંડ, નિગ્રહ, યાતના અને વિનાશ એ પર્યાયવાચી શબ્દો છે. અર્થથી પ્રયોજનથી થતો દંડ તે અર્થદંડ. આ અર્થદંડ જીવોની હિંસારૂપ છે. ક્ષેત્ર આદિના પ્રયોજનની અપેક્ષા રાખતો દંડ અર્થદંડ છે. તેનાથી વિપરીત પ્રયોજનથી નિરપેક્ષ દંડ અનર્થદંડ છે. અનર્થ, અપ્રયોજન, અનુપયોગ, નિષ્કારણતા આ શબ્દો એક અર્થવાળા છે. કારણ વિના જ જીવોને દંડે છે. જેમ કે, હર્ષ પામેલો જીવ કુહાડાથી વૃક્ષ-સ્કંધ-શાખા આદિમાં પ્રહાર કરે છે. કાચિંડા અને કીડી આદિને મારે છે. નામ શબ્દ પૂર્વવત્ (વાક્યાલંકારમાં) છે.
અનર્થદંડના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહે છે- ૩vપોરા ફત્યાદ્ધિ, જે એકવાર ભોગવાય તે ઉપભોગ. ૩૫ શબ્દ એકવાર અર્થમાં છે. એકવાર ભોગ તે પુષ્પ અને આહાર વગેરે ઉપભોગ છે. અથવા અંદર ભોગ તે ઉપભોગ. જેમકે આહાર વગેરે. અહીં ૩૫ શબ્દ “અંદર' અર્થમાં છે. જે વારંવાર ભોગવાય તે પરિભોગ. પરિ શબ્દ ફરી ફરી અર્થમાં છે. વસ્ત્રાદિનો ફરી ફરી ભોગ તે પરિભોગ. તેનાથી વિરતિ એ અગારીનું વ્રત છે.
પ્રશ્ન- વ્રત શબ્દના ગ્રહણથી વિરતિ શબ્દ જાણી જ શકાય છે તો પછી શા માટે વિરતિ શબ્દનું ગ્રહણ કર્યું?