________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
દેશાવગાશિકવ્રત
હવે ક્રમથી નિર્દેશેલા દેશાવગાશિક વ્રતને કહેવાય છે— પ્રશ્ન—અહીં કહે છે આપ દેશાવગાશિક વ્રતને કહેશો. પરમર્ષિઓના પ્રવચનમાં કહેલો ક્રમ સૂત્રકારે શા માટે અલગ કર્યો ? આર્ષમાં તો ક્રમથી ગુણવ્રતોના નામો કહીને પછી શિક્ષાવ્રતો કહ્યા છે. સૂત્રકારે તો બીજી રીતે નામો કહ્યા છે.
૧૬૮
સૂત્ર-૧૬
ઉત્તર– તેમાં આ અભિપ્રાય છે– (દિવ્રતમાં) પૂર્વ તરફ સો યોજન જેટલું ગમનપરિમાણનો અભિગ્રહ કર્યો. પણ દ૨૨ોજ તેટલી દિશામાં જવાનો સંભવ નથી. તેથી દિવ્રતની પછી તુરત જ દેશાવગાશિક વ્રત કહ્યું. દેશમાં=ભાગમાં પ્રતિદિન, પ્રતિપ્રહર અને પ્રતિક્ષણ સ્થાપન થાય એમ સુખપૂર્વક બોધ થાય એ માટે બીજી રીતે ક્રમ કહ્યો છે.
હવે આ જ અર્થને ભાષ્યથી સ્પષ્ટ કરે છે
‘વૈશવ્રત નામ’ હત્યાવિ દિશાપરિમાણનો એક દેશ એ દેશ છે. તેના સંબંધી વ્રત તે દેશનિયમ(=દેશવ્રત) છે. તે પ્રયોજનની અપેક્ષાએ એક દિશાનું હોય કે સર્વ દિશાનું હોય. દેશના નિરૂપણ માટે કહે છે‘અપવર' ત્યાદ્રિ અપવરક એટલે ઘરનો વિશિષ્ટ જ એક ભાગ(=ઓરડો). તેમાં પ્રવેશાદિકાળે આ નિયમ(કરે)-પ્રભાતનો સમય થાય એ પહેલાં મારે અનાભોગાદિ સિવાય આ દેશમાંથી નીકળવું નહિ. એ પ્રમાણે ભીંતની મર્યાદાથી નિશ્ચિત કરાયેલ ઘરથી, વાડના વલયથી નિશ્ચિત કરાયેલ ક્ષેત્રથી, ગામથી અને સીમાના ભાગથી જાણવું. આહિ શબ્દનું ગ્રહણ નગર, ગામ, કુનગર અને જેમાં લોક રહેતા હોય તેવા નાના વિભાગવાળા સ્થાનો માટે છે. આ માત્ર બતાવવા(=દિગ્દર્શન) માટે છે. આ પ્રમાણે જે દેશમાં જેટલો કાળ રહેવા માટે, ફરવા માટે ઇચ્છે ત્યાં વિવક્ષિત દેશથી પછીના દેશમાં નિવૃત્તિ થાય છે.
આ જ અર્થનું પ્રતિપાદન કરવા માટે આ કહે છે- ‘યથાશક્તિ’ ત્યાવિ, યથાશક્તિ કારણની અપેક્ષાએ સમજવું.