________________
૧૭૦
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર-૧૬ ઉત્તર– આદર માટે. આ બહુ દૂરથી છે, અર્થાત્ અનર્થદંડનો ત્યાગ બહુ કઠીન છે. આથી આદરવાળો થયેલો તે કેવી રીતે અનર્થદંડને છોડે એવા ભાવથી વિરતિ શબ્દનો ઉલ્લેખ કર્યો છે.
સામાયિક “સામયિ નામ ફત્યાદિ (સામાયિક શબ્દનો અર્થ-) સમ એટલે રાગદ્વેષથી મુક્ત. આય એટલે લાભ. સમનો લાભ તે સમાય. સમાયમાં થયેલું સામાયિક, અથવા સમાય એ જ સામાયિક. નામ શબ્દ વાક્યના અલંકાર માટે છે. “મગૃહ્ય વાતમ” ત કાળનું નિયમન કરીને. જ્યાં સુધી ચૈત્યોની અથવા સાધુઓની ઉપાસના કરું અથવા એના જેવું બીજું કંઈક ગોદોહિકા વગેરે કાળનું આલંબન લઈને સ્થિર ચિત્તવૃત્તિવાળો જીવઘરમાં કે પૌષધશાળા વગેરેમાં બધા સ્થળે સાવદ્યવ્યાપારથી રહિત બનીને સામાયિકનું આલંબન લેસામાયિક કરે. હે ભગવંત! હું દ્વિવિધત્રિવિધથી સામાયિકકરું . એ રીતે સામાયિક કરે. આ પ્રમાણે સામાયિકનો સ્વીકાર કર્યા પછી સાવઘયોગત્યાગી તે ચૈત્ય વગેરેની ઉપાસના કરે.
સાવદિયોનિક્ષેપ: અવદ્ય એટલે નિંદ્ય-પાપ. અવદ્યથી સહિત તે સાવદ્ય. યોગ એટલે કાયિકાદિ વ્યાપાર. નિક્ષેપ એટલે ત્યાગ. સાવદ્ય વ્યાપારનો ત્યાગ તે સાવઘયોગનિક્ષેપ.
મન-વચન-કાયાથી ન કરું અને ન કરાવું એવો ભાવ છે. તેનું વિશેષણ સાવદ્ય છે, અર્થાત્ મન-વચન-કાયાથી સાવદ્ય ન કરું અને ન કરાવું.
સર્વ શબ્દ પ્રસ્તુત વિકલ્પની અપેક્ષાએ છે. એથી “ન કરું અને ન કરાવું” એ વિકલ્પમાં સર્વસાવઘયોગ પ્રત્યાખ્યાન કરવા યોગ્ય છે. જે સાવદ્યયોગ છે તે સર્વ એવા શબ્દથી વિશેષ કરાય છે. પણ સામાન્યથી સર્વસાવદ્યયોગનો ત્યાગ થતો નથી. કારણ કે તે અગારીને સર્વસાવઘયોગના ત્યાગનો અસંભવ છે.
પૌષધોપવાસ પૌષધોપવાસ ના ઈત્યાદિથી પૌષધના સ્વરૂપનું નિરૂપણ કરે છે. રૂઢિથી પૌષધ શબ્દ પર્વોમાં વર્તે છે, અર્થાત્ પૌષધ શબ્દ પર્વવાચી છે.