________________
૧૪૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૧૪ ઉત્તરગુણના સમૂહનો જેણે સ્વીકાર કર્યો છે. અગારીથી વિપરીત તે અણગાર છે. ૨ શબ્દથી અગારી અને અણગારના ઘણા ભેદોનું પ્રતિપાદન કરવાનું ઇચ્છુક્યું છે.
અગારીના બે ભેદ છે. સમ્યગ્દર્શનપૂર્વક જેમણે અણુવ્રતો અને ઉત્તરગુણો સ્વીકાર્યા છે તે એક પ્રકારના અગારી છે. માત્ર સમ્યગ્દર્શનને ધારણ કરનારા બીજા પ્રકારના અગારી છે. મૂલગુણના સ્વીકારમાં હવે કહેવાશે તે છ ભાંગા છે. સમ્યક્ત્વનો અને ઉત્તરગુણનો સ્વીકાર એમ (૬+૨)=૮ ભાંગા થાય. કુલ બત્રીસ ભાંગા થાય. તે આ પ્રમાણે છે પ્રકારોથી અણુવ્રતોનો સ્વીકાર ગૃહસ્થની અપેક્ષાએ છ ભાંગે થાય. દ્વિવધ-ત્રિવિધથી, દ્વિવિધ-દ્ધિવધથી, દ્વિવધ-એકવિધથી, એકવિધત્રિવિધથી, એકવિધ-દ્વિવિધથી, એકવિધ-એકવિધથી. એક એક અણુવ્રતમાં છ ભાંગા થાય. છ સંખ્યાને પાંચથી ગુણતા ત્રીસ થાય. ઉત્તરગુણના સ્વીકારની સાથે એકત્રીસ અને સમ્યગ્દર્શનના સ્વીકારની સાથે બત્રીસ ભાંગા થાય.
પૂર્વપક્ષ– ત્રિવિધ-ત્રિવિધથી વગેરે મૂળ નવ વિકલ્પો છે. તેના ૧૪૭ ભેદોની સિદ્ધિ થાય છે.
ઉત્તરપક્ષ– તમારું કથન સત્ય છે, પણ એ ભેદો સાધુને સંભવે છે, ગૃહસ્થને નહિ. કારણ કે એ ભેદો સર્વસાવદ્ય યોગોના પ્રત્યાખ્યાનના અવસરે કહ્યા છે. (ગૃહસ્થને) ત્રિવિધ-ત્રિવિધથી પ્રત્યાખ્યાન વિશિષ્ટ વિષયવાળું છે. ગૃહસ્થને અનુમતિના પ્રત્યાખ્યાનનો સંભવ ન હોવાથી સર્વસાવદ્ય વ્યાપારનું પ્રત્યાખ્યાન નથી. ગૃહસ્થ પ્રત્યાખ્યાનની પૂર્વે યોજેલા સાવદ્યકાર્યના આરંભની અનુમતિને છોડીને જ શેષપચ્ચકખાણ કરે છે. આથી જ નિયુક્તિકારે દ્વિવિધ-ત્રિવિધથી ઇત્યાદિ છ પ્રકારના વિકલ્પનો ઉલ્લેખ કર્યો છે. દ્વિવિધ એટલે ન કરું, ન કરાવું, ત્રિવિધથી એટલે મન-વચન-કાયાથી. એ પ્રમાણે બીજા વિકલ્પો પણ વિચારવા. ૧. ૧૪૭ ભાંગા પૂર્વે સાતમાં અધ્યાયના બીજા સૂત્રના અનુવાદમાં ટીપ્પણીમાં જણાવ્યા છે. ૨. શ્રાવકધર્મવિધિપ્રકરણ ગ્રંથમાં ગાથા ૭૩-૭૪માં ગૃહસ્થને આશ્રયીને ૧૪૭ ભાંગા જણાવ્યા છે.