________________
સૂત્ર-૧૩ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૪૧ आदराभिधानार्थमभिधत्ते, मतुबिनोश्च समावेशार्थं व्रती व्रतवानित्येकोऽर्थ રૂતિ I૭-રૂા.
ટીકાર્ય–જે પીડા કરે તે શલ્ય. અહીંચધાતુથી ઉણાદિનોથપ્રત્યય થયો છે. અંદર તૂટી જાયતે કાંટો વગેરે શલ્ય છે. શરીરમાં રહેલું શલ્યજીવનાબલઆરોગ્યને હાનિ પહોંચાડે છે. તેવી રીતે અંતરમાં વર્તમાન માયા-નિદાનમિથ્યાત્વ સંયમના સ્વરૂપને ભેદનારા હોવાથી (ક્લેશરૂપ જવર તે
ક્લેશજવર) ક્લેશજવરરૂપ અનારોગ્યને અને જ્ઞાન-ચારિત્ર-વીર્યની હાનિને કરે છે. આથી (માયા આદિ) શલ્ય જેવા હોવાથી શલ્ય છે. શલ્યોમાંથી નીકળી ગયેલ અને પ્રાણાતિપાતાદિની વિરતિથી યુક્ત વ્રતી છે, શલ્યવાળો વતી નથી. શલ્યવાળાને વ્રતિપણું નથી. એ પ્રમાણે સૂત્રાર્થ છે.
અહીં વિકલ્પ કે સમુચ્ચય વાક્યર્થ નથી. નિશલ્ય હોય કે વ્રતી હોય એવો વિકલ્પ ન થાય. કારણ કે સમાનકાલીન પદાર્થોની વિકલ્પ વિના પ્રવૃત્તિ થાય છે. જેમકે ઇંદ્રિય વગેરે શબ્દ (પંચેંદ્રિય જીવને આશ્રયીને આંખ હોય કે કાન હોય ઈત્યાદિ વિકલ્પ ન હોય. આંખ વગેરે બધી ઇંદ્રિયો હોય.) નિઃશલ્ય અને વ્રતી એ બે શબ્દોનું અભિધેય ભિન્ન છે. (નિઃશલ્ય શબ્દનું અભિધેય શલ્યનો અભાવ છે, વ્રતી શબ્દનું અભિધેય વ્રતસહિતપણું છે.) આથી વિકલ્પ નથી. સમુચ્ચય પણ નથી. સમુચ્ચયમાં કાળભેદ જોવામાં આવે છે. જેમકે દિવસે દિવસે લઈ જવાતો. તેવી રીતે અહીં પણ (સમુચ્ચય અર્થ હોય તો) અન્યકાળે નિઃશલ્ય હોય અને અન્યકાળે વ્રતી હોય આ ઈષ્ટ નથી. બંને એકકાળે હોય એ ઈષ્ટ છે. આથી અંગાંગી ભાવનો આશ્રય કરવામાં આવેલ છે. નિઃશલ્યતા અંગ છે. વ્રતી અંગ છે. વાક્યર્થ આ થાય- માત્ર હિંસાદિ વિરમણના સંબંધથી વતી ન થાય. તો કેવી રીતે વ્રતી થાય? શલ્ય દૂર થયે છતે વ્રતના સંબંધથી વ્રતી છે. જેમકે બહુ દૂધ-ઘીવાળો એવો ગાયવાળો. બહુ દૂધ-ઘીના અભાવમાં ગાયો હોય તો પણ ગાયવાળો ન કહેવાય. ગુણપ્રધાનની પાછળ કરનાર હોય મુખ્યને અનુસરનારો હોય. અંગી વતી મુખ્ય છે.