________________
૧૪૨
શ્રી તત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૧૩
નિઃશલ્યતા ગુણ અપ્રધાન છે. તેથી અંગાંગીભાવનો સ્વીકાર કરવાથી દોષ નથી. કહ્યું છે કે- “તીર્થકર વડે લોકમાં શલ્ય રહિતને જ સર્વવ્રત ઇચ્છાય છે, અર્થાત્ શલ્યરહિતને જ વ્રત હોય એમ તીર્થકર કહે છે. નિદાન-મિથ્યાત્વ-માયાથી વ્રત હણાય છે.”
આ જ અર્થને “માયા' ઈત્યાદિથી ભાષ્યથી જણાવે છેમાયા– માયા, શાક્ય, ઉપાધિ અને છા આ શબ્દો માયાના પર્યાયો છે. માયા કષાયવિશેષ છે. શલ્ય શબ્દનો માયાદિ પ્રત્યેક શબ્દની સાથે સંબંધ છે. માયા શલ્ય, નિદાન શલ્ય અને મિથ્યાદર્શન શલ્ય. બીજાઓને માપે તે માયા. માયા શલ્ય વડે બીજાઓના આ આટલા(આવા) છે એમ સાર-અસારના પ્રમાણને ગ્રહણ કરે છે. જેમના હૃદયના અભિમાન અને નમ્રતા જણાઈ ગયા છે તે જીવો સુખેથી સાધી શકાય છે.
નિદાન– જેનાથી લણાય કપાય તે નિદાન. નિદાન અધ્યવસાયવિશેષ છે. દેવેંદ્ર-ચક્રવર્તી-વાસુદેવ વગેરેની ઋદ્ધિને જોઇને અથવા તેમની સ્ત્રીઓની સૌભાગ્યગુણરૂપ સંપત્તિને જોઈને આર્તધ્યાનની સન્મુખ કરાયેલો જીવ અને મહામોહના પાશમાં જકડાયેલો જીવ ઘણા તપથી ખિન્ન કરાયેલા મનથી દઢ સંકલ્પ કરે છે કે- આ તપના પ્રભાવથી મને પણ ભવાંતરમાં આવા જ ભોગો અને સૌભાગ્યાદિ ગુણોનો યોગ થાઓ. આ પ્રમાણે ભૌતિક સુખ શુદ્ર હોવાના કારણે મુક્તિસુખને કાપે છે છેદે છે. અંતરમાં રહેલું તે મોટું શલ્ય અતિશય ઘણા જીવોનો વિનાશ થવાથી અને આરંભ-પરિગ્રહ વગેરે દોષોની પ્રાપ્તિથી અનેક શારીરિક-માનસિક દુઃખોની સાથે આત્માને જોડે છે.
મિથ્યાદર્શન- તત્ત્વરૂપ જીવાદિ પદાર્થોની શ્રદ્ધા ન કરવી તે મિથ્યાદર્શન. મિથ્યાદર્શન અભિગૃહીત, અનભિગૃહીત અને સંદેહ એ ત્રણ ભેદથી ત્રણ પ્રકારે છે. મિથ્યાદર્શન એ જ શલ્ય છે. મિથ્યાદર્શન ૧. મુક્તિ શબ્દથી “તેનું આ અર્થમાં (સિદ્ધહેમ ૬-૩-૧૬૦ સૂત્રથી) [ પ્રત્યય થયો છે.
मुक्ति+अण्=मौक्तम्