________________
સૂત્ર-૯ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
૧૦૯ સત્યવચન હોવા છતાં બીજાને નુકસાન કરનારું વચન હોવાથી તે દુર્ગતિને પામ્યો.) એવા પ્રકારની સૂત્રરચનામાં માત્ર પર્યાયવાચી શબ્દ કહેલો થાય. મૃષાવાદનું લક્ષણ કહેલું ન થાય. અત્ શબ્દનું ગ્રહણ કરવામાં તો સઘળું ઘટે છે. ભાવસાધન પક્ષમાં અભિધાન વચનયોગનો વિષય બને છે. તેથી પ્રમત્તનું માત્ર બોલેલું અર્થ થાય. કરણસાધન પક્ષમાં અભિધાન જેનું ચિત્ત આગ્રહવાળું છે એવા પ્રમત્તકર્તા આત્માનું વિવક્ષિત અર્થનું પ્રતિપાદન કરવામાં અત્યંત સાધક છે. (જેમકે) હાથ, ચક્ષ, હોઠ અને પગ વગેરે અવયવોની ખોટી ક્રિયાઓથી કાયાવડે બીજાને છેતરે છે પણ અસત્ બોલતો નથી. મનથી પણ વિચારે છે કે બીજાને આ પ્રમાણે છેતરવો. (અહીંવચનથી અસત્ય અભિધાન નથી પણ કાયાથી અને મનથી અસત્ય અભિધાન છે.)
સત્ શબ્દ લોકમાં સપુરુષ, સજ્જન ઇત્યાદિ પ્રયોગોમાં પ્રશંસા અર્થવાળો પ્રસિદ્ધ છે, અર્થાત્ લોકમાં સત્ શબ્દનો પ્રશંસા અર્થ પ્રસિદ્ધ છે. સત્ નહિ તે માત્. અસત્ એટલે અપ્રશસ્ત, અર્થાત આપ્તપ્રણીતઆગમમાં નિંદિત કે નિષિદ્ધ. અસત્ ત્રણ પ્રકારનું છે. ત્રણ પ્રકારના અને ભાષ્યકાર સત્ ઇત્યાદિથી બતાવે છે–
અસતુ એટલે સદ્ભાવપ્રતિષેધ. અસએ શબ્દનો આ અર્થ છે- સનો ભાવ તે સદ્ભાવ. સત્ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યથી યુક્ત હોય. તેનો ભાવ તે સદ્ભાવ. તે જ વસ્તુ તે રીતે ન હોય એમ અનેક પર્યાયરૂપે તેનો પ્રતિષેધ=નિરાકરણ તે સદ્ભાવપ્રતિષેધ. જે આ ઉત્પન્ન થાય છે, સ્થિર રહે છે અને નાશ પામે છે. એમ તે એક વસ્તુ આવા પ્રકારની નથી એ પ્રમાણે અપલાપ કરે છે, અર્થાત્ એક જ વસ્તુમાં ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યને ન માને.
“તત્ર સર્વપ્રતિવેથો નામ” તિ, નામ શબ્દ વાક્યની શોભા માટે છે. સદ્દભાવપ્રતિષેધના ભૂતનિહ્નવ અને અભૂતોભાવન એમ બે પ્રકાર છે. ભૂતનો એટલે વિદ્યમાનનો. નિલવ એટલે અપલાપ. જે હોય તેનો અપલાપ તે ભૂતનિલંવ. જેમકે આત્મા નથી, પરલોક નથી. શુભઅશુભ કર્મોનો કર્તા અને અનુભવ-સ્મરણ આદિ ક્રિયાનો આધાર એવા