________________
૧૧૦ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૯ આત્માને કોઈક જીવો મોહથી માનતા નથી. આત્માના અભાવમાં પરલોકમાં જનાર ન હોવાથી પરલોકનો અભાવ થાય એમ સારી રીતે સમજી શકાય છે. આદિ શબ્દના ગ્રહણથી શુભ-અશુભ કર્મનું અને તેના ઉપભોગફળના અભાવનું ગ્રહણ કરવું.
અભૂતોભાવન સદ્દભાવપ્રતિષેધનો ભેદ જ છે. શબ્દ સમુચ્ચય અર્થમાં છે. આત્મા અસંખ્યપ્રદેશપરિમાણવાળો છે, આશ્રય પ્રમાણે સંકોચ-વિકાસના ધર્મવાળો છે. રૂપ-રસ-ગંધ-સ્પર્શથી રહિત છે, (કર્મ સહિત હોય ત્યારે) અનેક પ્રકારની ક્રિયાવાળો છે, આત્માના આવા યથાવસ્થિત સભાવને છોડીને અજ્ઞાનબળથી ન હોય તેવા આત્મસ્વરૂપને સ્વરુચિથી ઉત્પન્ન કરે છે–પ્રકાશિત કરે છે.
ચામાવતન્દુલમત્રોગ્ય' ફત્યાદિ શ્યામક એક પ્રકારનું હલકું ધાન્ય છે. આત્મા શ્યામાકના દાણા જેટલો છે તથા મચ્છર્વમાત્રમ્ તિ અંગુઠો હાથનો અવયવ છે. તેની રેખાથી નિયત કરાયેલ ઉપરનો ભાગ પર્વ છે. આત્મા અંગુઠાના પર્વ જેટલો છે. આ પ્રમાણે સ્વીકારવામાં આત્મા શરીરના એક ભાગમાં રહેવાના કારણે બાકીના ભાગોમાં ચેતનાના અભાવનો પ્રસંગ આવે. તેથી ડાંશ-મચ્છર-માખી આદિ કરડે ત્યારે અને શસ્ત્રથી છેદ થાય ત્યારે તે ભાગોમાં દુઃખનો અનુભવ ન થાય. ચંદન વગેરેના વિલેપનમાં સુખનો અનુભવ ન થાય. સુખ-દુઃખના અનુભવો સ્વાનુભવથી સિદ્ધ છે. આથી પ્રમાણથી વિરુદ્ધ જ (આ) માર્ગ છોડવો જોઇએ.
આદિત્યવર્ણ તિ આત્મા તેજસ્વી છે. આત્માને રૂપાદિન હોવાથી અને આકાર ન હોવાથી આત્મામાં તેજ ક્યાંથી હોય?
પૂર્વપક્ષ- કર્મ અને આત્મપ્રદેશોનું પરસ્પર અનુસરણ(=સંમીલન)રૂપ પરિણામનો સ્વીકાર કરવામાં આત્માને રૂપ વગેરે છે.
ઉત્તરપક્ષ– તે યથાર્થ નથી. કેમકે જ્ઞાનાવરણાદિ પુગલો ભાસ્વર= તેજસ્વી નથી. તેથી આ પક્ષ પણ છોડવા યોગ્ય છે. ૧. ગુજરાતીમાં સામો ધાન્ય કહેવામાં આવે છે.