________________
૧૦૮ શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સૂત્ર-૯ तदभिज्ञातुं समर्थे श्रोतरीत्येतदभ्युपेतं भवति, वाक्यार्थानभिज्ञे तु संभिन्नप्रलापः स्यान्न मृषावाद इति, तदेतदयुक्तं, प्रमत्तभाषितत्वात् अर्थाभिज्ञोऽनभिज्ञो वा भवतु श्रोता, किं तेन बाह्येन वस्तुना निमित्तमात्रतयोपयुज्यमानेन ?, स्वाशयोऽत्रापराध्यति, सर्वथापि प्रमत्तो यः कायवाङ्मनोयोगैरसदभिधत्ते तदनृतं, आशयस्याविशुद्धत्वात्, 'संभिन्नप्रलापश्च परिभाषान्तरमात्मरुच्या व्यवस्थापितमनृतवचनात् परमार्थतो न भिद्यत एव वाचकमुख्यप्रणीतादुक्तलक्षणादिति ॥७-९॥
ટીકાર્થ– આ કહેલું થાય છે- પ્રતિયોર્ એમ આગળથી ચાલ્યું આવે છે. આથી વાક્યર્થ આ પ્રમાણે થાય- પ્રમાદના યોગથી અસત્ બોલવું તે અસત્ય. પ્રમત્ત જીવ કાય-વચન અને મનોયોગથી જે અસદ્ બોલે તે અમૃત છે. અભિધાન શબ્દ ભાવસાધન કે કરણસાધન છે. (મ + ધ ધાતુને લાગેલો અને પ્રત્યય ભાવ અર્થમાં કે કરણ અર્થમાં છે.) અવ્યય અને ઋત એ બે શબ્દો સત્ય અર્થમાં છે. 28= નૃતમ્ (સત્ય નહિ તે અમૃત.)
પૂર્વપક્ષ-મિથ્થામૃતમ્ એવી સૂત્રરચના યુક્ત છે. કેમકે તે સૂત્રનાનું છે.
ઉત્તરપક્ષ– તે બરોબર નથી. કૌશિક તાપસ આદિના વચનની જેમ સત્યનું આભાસ કરાવનારું, અર્થાત્ સત્ય જેવું લાગતું પરપીડાકારી વચન પાપગ્રહણનું કારણ છે. સાચા પણ તેવા વચનનો નિષેધ કરવા માટે
પધાન નું ગ્રહણ કર્યું છે. (કૌશિક તાપસનું સત્ય વચન પણ અસત્ય છે તે આ રીતે- ગંગાતીરે કોઈ એક ગામની નજીક કૌશિક નામનો એક સત્યવાદી પણ અવિવેકી તાપસ રહેતો હતો. એક વખત કેટલાક ચોરોએ એ ગામ લૂંટ્યું. ગ્રામજનો ચોર પાછળ પડ્યા. ચોરો આશ્રમ નજીક થઈને પાસેની ઝાડીમાં જઈ ભરાયા. ગામવાળાઓએ તાપસને પૂછ્યું અને સત્યવાદી તાપસે પરિણામનો વિચાર કર્યા વિના ચોરોનું સ્થાન બતાવી દીધું. ચોરો પકડાયા અને ગામલોકોએ તેમનો નાશ કર્યો. આ રીતે १. अत्र संभिन्नप्रलापश्च इति पाठोऽधिको ज्ञायते ।