________________
શ્રી તત્ત્વાથધિંગામસૂત્ર અધ્યાય-૭ નષ્ટબુદ્ધિવાળા જગતને જોઈને જીવોની અનુકંપાથી સ્પષ્ટ અર્થવાળા આ તત્ત્વાર્થાધિગમ નામના શાસ્ત્રની રચના કરી.”
આ વિશે હું વિશેષ વિવેચન લખતો નથી. કારણ કે બહુ વિસ્તારથી લખવું પડે. બહુ વિસ્તારથી લખાયેલા લખાણને વાંચવાનો રસ બહુ અલ્પજીવોને હોય છે તથા હું આંખની તકલીફના કારણે વિસ્તારથી લખવા માટે સમર્થ પણ નથી. આથી જિજ્ઞાસુઓએ આ વિશે વિશેષ માહિતી માટે “ઉમાસ્વાતિ મહારાજા ક્યારે થયા? કયા વંશમાં થયા” ઇત્યાદિ વિગતો જૈનપરંપરાનો ઇતિહાસ ભાગ-૧ માંથી તથા પંડિત શ્રી સુખલાલજી કૃત તત્ત્વાર્થ વિવેચનવાળા પુસ્તકમાંથી તથા પૂ.આ. ભગવંત શ્રીકેસરસૂરિજી મહારાજાના સમુદાયનાં આ. શ્રી હેમપ્રભસૂરિજીના શિષ્ય વિદ્વાન મુનિ શ્રીઉદયપ્રભવિજયજીગણિવરે લખેલ સિદ્ધસેનગણિકૃત ટીકાના પ્રથમ અધ્યાયના ટીકાનુવાદમાં લખેલી ભૂમિકામાંથી તથા પ.પૂ. આગમોદ્ધારક શ્રીઆનંદસાગરસૂરિ મહારાજાએ લખેલ તત્ત્વાર્થવૃતન્મનિર્ણયઃ નામના પુસ્તકમાંથી જોઈ લેવું.
ટીકાકાર મહર્ષિનો પરિચય તત્ત્વાર્થકારિકા અને ભાષ્યની ટીકા કરનારા શ્રીહરિભદ્રસૂરિ મહારાજા જૈનશાસનમાં યાકિનીમહત્તરા ધર્મપુત્ર તરીકે પ્રસિદ્ધિને પામેલા અને ચૌદશો ગ્રંથના પ્રણેતા હરિભદ્રસૂરિ મહારાજા સમજવા. એમણે ડુપડુપિકા નામની ટીકા રચી છે. શબ્દકોષમાં ડુપડુપિકા શબ્દનો અર્થ જોવામાં આવ્યો નથી. પણ ડુપડુપિકા એટલે નાવડી એવો અર્થ મને જણાય છે. આ ટીકા પૂર્વે વિ.સં. ૧૯૯૨માં રતલામ નિવાસી શ્રેષ્ઠી ઋષભદેવજી કેસરીમલ જૈન શ્વેતાંબર સંસ્થા દ્વારા મુદ્રિત થઈ હતી. તેમાં લખાયેલા ઉપક્રમ પ્રમાણે આ ટીકા સૌથી પ્રાચીન છે. અર્થાત્ સિદ્ધસેન ગણિકૃત મોટી ટીકાથી પણ પ્રાચીન છે, તેના કારણો ઉપક્રમમાંથી જાણી લેવા તથા તત્ત્વાર્થસૂત્રના ભાષ્યના કર્તા પણ ઉમાસ્વાતિ મહારાજા હતા. ૧. ઉપક્રમ આ પુસ્તકને અંતે આપેલો છે.