________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
તેના કારણો પણ ઉપક્રમમાંથી જાણી લેવા. ભવિષ્યમાં વિદ્વાનોને ઉપયોગી બને તે માટે આ ઉપક્રમ આ ગ્રંથના પ્રથમ ભાગના અંતમાં મુદ્રિત કરવામાં આવ્યો છે. આ. શ્રીહરિભદ્રસૂરિ મહારાજાએ છઠ્ઠા અધ્યાયના ત્રેવીસમાં સૂત્રના “વિનયસંપન્નતા” પદ સુધીની ટીકા કરી છે. ત્યાર પછી એમની ટીકા જોવામાં આવતી નથી. કદાચ એ દરમિયાન એ મહાપુરુષ બિમાર પડ્યા હોય અને કાળધર્મ પામ્યા હોય એ બનવા જોગ છે. બાકી રહેલી એ ટીકાને આચાર્યશ્રી યશોભદ્રસૂરિએ ઉદ્ધાર કરવાનો પ્રારંભ કર્યો. તેમણે ત્યાંથી(=વિનયસંપન્નતા પછીથી) દશમા અધ્યાયના છઠ્ઠા સૂત્ર સુધીની ટીકા ઉદ્ધરી છે. બાકીની ટીકા તેમના શિષ્ય ઉદ્ધૃત કરી છે. આ વિગત દશમા અધ્યાયના છઠ્ઠા સૂત્રની ટીકાના અંતે લખાયેલા પાઠથી સ્પષ્ટ થાય છે. આના ઉપરથી એ પણ નિશ્ચિત થાય છે કે સિદ્ધસેન ગણિની મોટી ટીકાથી આ ટીકા પ્રાચીન છે.
અનુવાદ અંગેની માહિતી
વિ.સં. ૨૦૫૩માં મારું ચાતુર્માસ પાલીતાણામાં થયું. તે વખતે સાધુસાધ્વીજીઓએ મારી પાસે ચાતુર્માસમાં વાંચના આપવાની માંગણી કરી. આથી તત્ત્વાર્થસૂત્ર ઉપર વાચના આપવાનું નિશ્ચિત થયું. તત્ત્વાર્થસૂત્ર ઉપ૨ વર્તમાનમાં સિદ્ધસેન ગણિકૃત મોટી ટીકા અને શ્રીહરિભદ્રસૂરિકૃત નાની ટીકા એ બે ટીકાઓ પ્રસિદ્ધ છે. આ બે ટીકાઓને જોતાં મને લાગ્યું કે સિદ્ધસેન ગણિકૃત મોટી ટીકા ઘણી કઠિન છે. આથી હરિભદ્રસૂરિકૃત
7
૧. અહીં ઉદ્ધૃત=ઉદ્ધાર કર્યો એ શબ્દથી શું સમજવું ? દશમા અધ્યાયના છઠ્ઠા સૂત્રની વૃત્તિના અંતે લખેલા પાઠના આધારે મને એમ સમજાય છે કે સિદ્ધસેન ગણિકૃત ટીકામાંથી ઉદ્ધાર કર્યો છે. અહીં શબ્દશઃ ઉદ્ધાર કર્યો છે એમ ન સમજવું. કિંતુ જ્યાં સિદ્ધસેન ગણિકૃત ટીકામાં પાઠ લાંબા હોય તેને ટૂંકાવી દીધા, જ્યાં શબ્દની કઠિનતા હોય ત્યાં સરળ શબ્દો મૂક્યા અને ક્યાંક પોતાને યોગ્ય લાગ્યા તેવા શબ્દો મૂક્યા. આ રીતે તેમણે ઉદ્ધાર કર્યો એમ મને જણાય છે.
૨. શ્રીહરિભદ્રસૂરિએ અપૂર્ણ ટીકા લખી એ દરમ્યાન સિદ્ધસેન ગણિએ એ ટીકાને પૂર્ણ ક૨વાને બદલે સ્વતંત્ર પોતાની મોટી ટીકા લખી. પછી યશોભદ્રસૂરિએ એ ટીકાના આધારે હરિભદ્રસૂરિની બાકીનો ટીકાનો ઉદ્ધાર કર્યો.