________________
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
તેવી રીતે પ્રસ્તુત જૈનદર્શન સિવાયના બધા જ દર્શનકારો છદ્મસ્થ હોવાથી તેમની ચાલેલી પરંપરામાં આવનારા બધા જ છદ્મસ્થ પુરુષોને આત્મા આદિ પદાર્થોના સાચા સ્વરૂપનું જ્ઞાન થતું નથી એટલે તેઓ “અમારી આટલી લાંબી પરંપરાથી આ જ્ઞાન અમને મળતું આવ્યું છે” એમ કહે તો પણ એમનું જ્ઞાન સત્ય નથી. (યોગબિંદુ ગા.૪૨૯ વગેરે)
જૈનદર્શનમાં તો આત્મા આદિને સાક્ષાત જાણનારા સર્વજ્ઞપુરુષથી પરંપરા ચાલી છે, એટલે જૈનદર્શનની સાચી પરંપરામાં આવેલું જ્ઞાન યથાર્થ છે, માટે આ તત્ત્વાર્થ સૂત્રને જાણવા માટે ખાસ પ્રયત્ન કરવો જોઇએ. આ ગ્રંથ માત્ર ૨૦૦ શ્લોકથી ઓછા પ્રમાણવાળો હોવા છતાં તેમાં સંપૂર્ણ જૈનશાસનનો સાર સમાવી દીધો છે. જાણે કે ગાગરમાં સાગરને સમાવી દીધો છે. તેથી જ કલિકાલસર્વજ્ઞ આ.શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ સ્વરચિત સિદ્ધહેમ શબ્દાનુશાસનમાં અ.૨ પા.૨ સૂ.૩૯ માં ૩૫માવર્તિ સંગ્રહીતાર:=ઘણા વિષયનો થોડામાં સંક્ષેપ કરવાના વિષયમાં ઉમાસ્વાતિ મહારાજા જેવા બીજા કોઈ શ્રેષ્ઠ નથી. એમ જણાવ્યું છે.
ગ્રંથકારનો પરિચય ગ્રંથકારની માહિતી ગ્રંથકારે પોતે ગ્રંથના અંતે પ્રશસ્તિમાં સંક્ષેપથી જણાવી છે. તે આ પ્રમાણે–
“જેમનો યશ જગતમાં પ્રગટ છે તે શિવશ્રી નામના વાચકમુખ્યના પ્રશિષ્ય અગ્યાર અંગોના જ્ઞાતા ઘોષનંદી ક્ષમાશ્રમણના શિષ્ય, વાચનાથી (ભણાવનારની અપેક્ષાએ) મહાવાચક શ્રમણ મુંડયાદના શિષ્ય, વિસ્તૃત કીર્તિવાળા મૂલ નામના વાચકાચાર્યના શિષ્ય કૌભીષણ ગોત્રવાળા સ્વાતિ નામના પિતા અને વાત્સી ગોત્રવાળી ઉમા નામની માતાના પુત્ર ન્યગ્રોધિકા ગામમાં જન્મેલા, કુસુમપુર (પાટલીપુત્ર) નામના શ્રેષ્ઠ નગરમાં વિચરતા, ઉચ્ચ નાગર શાખાના વાચક શ્રી ઉમાસ્વાતિજીએ ગુરુપરંપરાથી મળેલા ઉત્તમ અરિહંત વચનોને સારી રીતે સમજીને (શરીર-મનના) દુઃખોથી પીડિત તથા અસત્યઆગમથી