________________
શ્રી સત્તાથધિગમસૂત્ર અધ્યાય-૭ સૂત્ર ૩૨ “ન્નિાથરૂક્ષત્વત્ વળ્યા વગેરે સૂત્રોમાં કરેલું પુદ્ગલોના બંધનું વર્ણન આપણને સ્પષ્ટ સમજાવે છે કે સર્વજ્ઞ વિના બીજો કોઈ આવી બાબતો કહી શકે નહિ. આ તો માત્ર એક દષ્ટાંત રૂપે જણાવ્યું. બીજી ઘણી બાબતો એવી છે કે જે સર્વજ્ઞ વિના બીજો કોઇ કહી શકે નહિ.
પ્રશ્ન- ઉમાસ્વાતિ મહારાજા કયાં સર્વજ્ઞ હતા? એ તો છબસ્થ હતા એથી એમનું કહેલું સર્વજ્ઞોએ કહ્યું છે એમ કેમ કહી શકાય?
ઉત્તર–પૂ. ઉમાસ્વાતિ મહારાજાએ આ બધું પોતાની મતિકલ્પનાથી નથી કહ્યું. કિંતુ તેમની પૂર્વે થયેલા વિદ્વાન અને મહાન આચાર્યોએ જે કહ્યું તેના આધારે કહ્યું છે. તેમની પૂર્વે થયેલા આચાર્યોએ પણ પોતાની પૂર્વે થયેલા મહાન જ્ઞાની આચાર્યોના કથન મુજબ કહ્યું છે એમ આગળ વધતાં વધતાં પૂર્વકાલીન આચાર્યોએ ગણધરોના ઉપદેશ મુજબ કહ્યું છે અને ગણધરોએ સર્વજ્ઞ ભગવંતે કહેલા ઉપદેશના આધારે કહ્યું છે. તેથી આ શાસ્ત્રના મૂળમાં સર્વજ્ઞ ભગવંત છે. જેના મૂળમાં સર્વજ્ઞ ભગવંત ન હોય તેવા અન્ય દર્શનકારોનું કથન સાચું ન ગણાય.
અહીં કહેવાનો આશય આ પ્રમાણે છે- જન્મથી અંધ હોય તેવા એક પુરુષે હાથીને સ્પર્શીને હાથી કેવો હોય તેનો નિર્ણય કર્યો. તેણે બીજા જન્મથી અંધ પુરુષને હાથી કેવા પ્રકારનો હોય તે કહ્યું. તેણે(=બીજાએ) ત્રીજાને કહ્યું. આમ જન્માંધ પુરુષોની ગમે તેટલી લાંબી પરંપરા સુધી હાથીના આકારનું વર્ણન થતું રહેતો પણ કોઇનેય હાથીના સાચા આકારનું જ્ઞાન ન થાય. કારણ કે પ્રથમ જન્માંધ પુરુષને હાથીના આકારનો સાચો નિર્ણય થયો નથી. આંખોથી દેખતો પુરુષ હાથીના આકારનો જેવો નિર્ણય કરી શકે તેવો નિર્ણય જન્માંધ પુરુષ ગમે તેટલો બુદ્ધિશાળી હોય તો પણ ન કરી શકે. (અહીં “જન્મથી અંધ પુરુષની પરંપરા” કહેવાનું કારણ એ છે કે આ પરંપરામાં કોઈ પુરુષ દેખતો હોય તો તેને હાથીના સાચા આકારનું જ્ઞાન થવાનો સંભવ રહે પણ પરંપરામાં બધા જ જન્માંધ હોય એટલે કોઇનેય હાથીના સાચા સ્વરૂપનું(આકારનું) જ્ઞાન ન થાય.)