________________
સૂત્ર-૮
૮૯
શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્ર અધ્યાય-૭
સંશયનું કારણ હોવાથી કર્મબંધક બને છે. સર્પચ્છેદ વખતે તો તેવી કોઇ શંકા છે નહીં કે જેથી કર્મબંધના નિમિત્ત તરીકે તે હિંસાને સ્વીકારી શકાય. ઉત્તરપક્ષ– (સ્યાદ્વાદી) એવું ક્યાંથી લાવ્યા કે મિથ્યાદર્શન સંશયનું કારણ બનવાથી કર્મબંધનું કારણ બને છે. જો મિથ્યાદર્શન સંશયનું કારણ હોવાથી જ કર્મબંધનું કારણ બનતું હોય તો જેને એવી કોઇ શંકા જ નથી, આ સાંખ્યદર્શન જ સાચું છે. આવો નિશ્ચય છે એવા સાંખ્યદર્શનીઓને પાપ નહીં લાગે. કારણ કે એમને તો સાંખ્યાદિ મિથ્યાદર્શન શંકાના કારણ બનતા જ નથી. આ એક વાત થઇ.
-
હવે બીજી વાત- ‘જો હું મારું છું - આ પાપ છે એવું જ્ઞાન થાય તો જ પાપ લાગતું હોય, આ ધર્મ જ છે એવો નિશ્ચય હોય – શંકા ન હોય તો પાપ ન લાગે.' આવું માનો તો સંસારમોચક=રીબાતી ગાયને સંસારમાંથી છુટકારો કરી દેવા ગોળી ઝીંકી દેનારા જેને હાલની ભાષામાં Mercykilling કહે છે તે ગળે કરવત મુકાવનારા તથા યજ્ઞ કરાવનારા વગેરેને કે જેઓ જીવહિંસા કરી રહ્યા છે તેઓને આ ધર્મ છે એવો નિશ્ચય છે, આ અધર્મ છે એવું બિલકુલ જ્ઞાન નથી તેમને પાપ ન લાગે. કારણ કે તેવું જ્ઞાન તેમની પાસે નથી.
પૂર્વપક્ષ— (બૌદ્ધ) ભાઇ ! ‘અમે હણીએ છીએ’, ‘કોઇ જીવને મારીએ છીએ’ એવું જ્ઞાન તો તે લોકો પાસે છે. બસ, તો પછી તે લોકોને કર્મબંધ થાય જ. (હનામ એ હૈંન્ ધાતુનું આજ્ઞાર્થ પ્ર.પુ.બ.વ. છે. પણ હૅન્મ એમ વર્તમાનકાળનો પ્રયોગ હોવો જોઇએ.)
ઉત્તરપક્ષ– (સ્યાદ્વાદી) તમારી વાત સાચી છે. કિંતુ યજ્ઞાદિમાં પ્રમાદવશ કે આરંભ કરતા=જાણી જોઇને હિંસા કરતા તે લોકોને ‘આ અધર્મ છે, આ રીતે જીવહિંસા કરવામાં પાપ છે' તેવું જ્ઞાન તો થતું જ નથી. માટે પાપ ન લાગે. જ્યારે બૌદ્ધો યજ્ઞાદિ આરંભ સમારંભમાં તથા પ્રમાદથી થતી જીવહિંસાને હિંસા માને જ છે.
તદુપરાંત બુદ્ધનાં શરીરમાંથી જે લોહી ખેંચે છે તે લોકો ‘આ બૌદ્ધ છે’ તેમ જાણ્યા વિના મતલબ કે આ ભગવાન છે’ તેવી બુદ્ધિ વિના જે